Abtak Media Google News

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વર્તમાન સેનેટની છેલ્લી બેઠક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો.પ્રતાપસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં મળી હતી. આ બેઠકમાં કુલ ૧૪ વિદ્યાશાખામાં કુલ ૭૬૫૨ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવેલ હતી. આ સેનેટની બેઠકમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ૪૯મો વાર્ષિક અહેવાલ સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ હતો તેમજ વર્ષ ૨૦૧૭-૧૮ના અંદાજપત્રો સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ હતા. તેમજ સમગ્ર વર્ષની કામગીરી એકેડેમિક કેલેન્ડર મુજબ કાર્યરત કરવા બદલ સેનેટ સભ્યો દ્વારા કુલપતિને અભિનંદન પાઠવવામાં આવેલ હતા.

સેનેટની બેઠકમાં કુલપતિ પ્રો.પ્રતાપસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે આ મીટીંગ એ વર્ષ ૨૦૧૨ થી ૨૦૧૭ સુધીની ટર્મ ધરાવતા સેનેટ સભ્યોની સેનેટની છેલ્લી મીટીંગ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ આ કાર્યકાળમાં કેમ્પસમાં માળખાકિય સુવિધાઓના સંદર્ભમાં ખૂબ જ વિકાસ કર્યો છે અને યુનિવર્સિટી માળખાકિય રીતે સમૃદ્ધ બની છે. તેમજ કેમ્પસ પર આ વર્ષથી નેનો સાયન્સ ભવન શ‚ કરવામાં આવેલ છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ગુજરાત રાજયમાં નેક દ્વારા ‘એ’ ગ્રેડ પ્રાપ્ત કરનાર પ્રથમ યુનિવર્સિટી છે. આ તમામનો શ્રેય હું સેનેટના સભ્યોને આપુ છું.

સેનેટની બેઠકમાં લીંબડીની સખીદા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સીપાલ એસ.જી.પુરોહિત ઉપર તથા કોડીનાર કોલેજના અધ્યાપક ઉપર કોલેજની પરીક્ષા દરમ્યાન આવારા તત્વો દ્વારા કરવામાં આવેલ હુમલાને સખત રીતે વખોડી કાઢવામાં આવેલ હતો અને પરીક્ષાઓ દરમ્યાન કોલેજના પ્રિન્સીપાલ/ અધ્યાપક/ ઓબ્ઝર્વર, સુપરવાઈઝર ઉપર આ પ્રકારની ઘટનાઓ ન બને અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્રને પત્ર પાઠવી કાયદો અને વ્યવસ્થા જાળવવા યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવેલ હતી.

સેનેટની બેઠકમાં સેનટ સભ્યો દ્વારા વિવિધ સુચનો કરવામાં આવેલ હતા. જેમાં વર્ગદીઠ વિદ્યાર્થીઓની પ્રવેશ માટેની સંખ્યા મર્યાદીત કરવી, સેન્સેટીવ પરીક્ષા કેન્દ્રો પર એસઆરપી બંદોબસ્ત ગોઠવવા ગૃહ વિભાગને વિનંતી કરવી, પરીક્ષા દરમ્યાન પ્રિન્સીપાલ/ અધ્યાપકો/ ઓબ્ઝર્વર/ સુપરવાઈઝરો ઉપર હુમલો થાય તો તેની મેડિકલ ટ્રીટમેન્ટનો ખર્ચ યુનિવર્સિટી ઉઠાવે તેવો સૈઘ્ધાંતિક નિર્ણય કરવામાં આવેલ હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.