Abtak Media Google News

નીટમાં માર્કસના આધારે ૨૦,૭૫૭ વિદ્યાર્થીઓનો મેરીટ લીસ્ટમાં સમાવેશ

કટ ઓફ માર્કસ વધતા પ્રવેશ મેળવવાનું વિદ્યાર્થીઓને માટે વધુ અઘરું

મેડિકલ અને ડેન્ટલ કોર્ષો માટેનું મેરીટ લીસ્ટ જાહેર થઈ ગયું છે. જેમાં ૨૦,૭૫૭ વિદ્યાર્થીઓનો સમાવેશ કરાયો છે. મેરીટ લીસ્ટમાં ગયા વર્ષની સરખામણીએ કટઓફમાં ૭ થી ૪૩ માર્કસ સુધીનો વધારો થયો છે. કટઓફ માર્કસ વધતા પ્રવેશ મેળવવાનું વિદ્યાર્થીઓ માટે વધુ મુશ્કેલ બન્યું છે.

ગઈકાલે મોડી સાંજે એડમીશન કમિટી ફોર પ્રોફેશનલ અન્ડર ગ્રેજયુએટ મેડિકલ કોર્ષીસ દ્વારા મેડિકલ મેરીટ બહાર પાડવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે, આ મેરીટ લીસ્ટ નેશનલ એલીજીબીલીટી કમ એન્ટ્રાસ ટેસ્ટ-નીટમાં મેળવેલા માર્કસના આધારે તૈયાર થાય છે.

આ મેરીટ લીસ્ટમાં ગુજરાતમાં પ્રથમ ક્રમાંક શાહીલ શાહે મેળવ્યો છે. જયારે દેશમાં ૧૫માં ક્રમે છે. અધિકારીએ જણાવ્યું કે, ૨૫,૩૮૬ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવયું હતું. જેમાંથી ૨૮૯૮ વિદ્યાર્થીઓને પુરતા માર્કસ ન હોવાથી તેઓ ડિસકવોલીફાઈડ થયા છે.

તેમણે વધુમાં કહ્યું કે, મેડિકલ મેરીટ લીસ્ટમાં કટઓફનો લગભગ સરખો જ ટ્રેન્ડ જોવા મળ્યો છે. અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજ ૧૬૩માં રેન્કે થોભી છે જયારે નીટ સ્કોર ૫૬૫ મેળવ્યો છે. જે ગયા વર્ષે ૫૫૭ હતો. રાજકોટની ગર્વમેન્ટ મેડિકલ કોલેજની વાત કરીએ તો તેમાં ગયા વર્ષની સરખામણીએ કટઓફ તરીકે ૧૦ માર્કસ વઘ્યા છે તેનો મેરીટ રેન્ક ૪૬૪મો આવ્યો છે.

નીટ સ્કોર કટ ઓફ

કોલેજ

 

૨૦૧૭

 

૨૦૧૮

 

મેરીટ રેન્ક

 

બી.જે.મેડિકલ,અમદાવાદ

સરકારી મેડિકલ, વડોદરા

 

૫૫૭

૫૩૧

 

૫૬૫

૫૩૮

 

૧૬૩

૨૭૫

 

સરકારી મેડિકલ, સુરત

 

૫૧૨

 

૫૨૦

 

૩૮૦

 

સરકારી મેડિકલ રાજકોટ

 

૫૦૦

 

૫૧૦

 

૪૬૪

 

સરકારી મેડિકલ, જામનગર

 

૪૭૫

 

૪૯૧

 

૬૨૪

 

સરકારી મેડિકલ, ભાવનગર

 

૪૭૪

 

૪૯૦

 

૬૩૫

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.