Abtak Media Google News

ભારતીય સેનામાં આહીર રેજીમેન્ટ ની માંગ ને લઈને આંદોલનકારી પ્રવિણ રામને દિલ્હી ધરણા પર બેસવા દેવામાં ના આવતા ગુજરાત સહિત અન્ય ૧૪ રાજ્યોમાં ૧૫૦ થી વધારે જગ્યાઓ પર વિશાળ રેલીઓ સાથે વિરોધ જોવા મળ્યો હતો , ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, બિહાર, ઉત્તરપ્રદેશ, હરિયાણા, પશ્ચિમ બંગાળ, આસામ, બોમ્બે, ઝારખંડ, તામિલનાડુ, કેરળ જેવા તમામ રાજ્યમાં આ મુહિમ ઉગ્ર બની રહી છે  ત્યારે આહીર રેજીમેન્ટ ના મુદ્દાને લઈને આંદોલનકારી પ્રવિણ રામ ની કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી હંસરાજ આહીર સાથે મિટિંગ થઈ અને મિટિંગમાં આહિર રેજીમેન્ટ મુદે ગહન ચર્ચા કરવામાં આવી અને આવેદન આપવામાં આવ્યું  આવનારી ૪ ફેબ્રુઆરીના રોજ ભારતના ૨૬ કરોડ યાદવો દિલ્હી તરફ કુચ કરશે અને આહીર રેજીમેન્ટ નું ગઠન નહીં થાય તો ૨૦૧૯ માં સરકારે પરિણામ ભોગવવા પણ તૈયાર રહેવુ પડશે એવી પ્રવિણ રામે ચીમકી પણ ઉચ્ચારી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.