Abtak Media Google News

ગુરૂવારે સાંજે શપથવિધિ સમારોહ યોજાશે: નરેન્દ્ર મોદી ૨૮મીએ વારાણસીમાં ધન્યવાદ રેલી યોજશે, ૨૯મીએ ગાંધીનગર આવશે

આજે નરેન્દ્ર મોદીની હાજરીમાં કેબીનેટ બેઠક, લોકસભા ભંગનો નિર્ણય કરી નવી સરકાર રચવાનો દાવો કરવાનો સમય નકકી કરાશે

નરેન્દ્ર મોદી આગામી ૩૦મીના રોજ શપથ લેવાના છે. જેને લઈ અત્યારથી જ તડામાર તૈયારીઓ શરૂ  થઈ ચૂકી છે. આ પૂર્વે તેઓ ૨૯મીએ ગાંધીનગર ખાતે આવીને માતા હિરાબાના આશિર્વાદ લેવાનું પણ જાણવા મળ્યું છે. ઉપરાંત ૨૮મીએ તેઓ વારાણસીમાં ધન્યવાદ રેલી પણ યોજવામાં છે. આજરોજ નરેન્દ્ર મોદીની હાજરીમાં કેબીનેટ બેઠક યોજાનાર છે. જેમાં લોકસભા ભંગનો નિર્ણય કરી નવી સરકાર રચવાનો દાવો કરવાની સમયવિધિ નકકી કરવામાં આવનાર છે.

Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.૩૦ને ગુ‚વારના રોજ સાંજે ૪ કલાકે બીજી વખત વડાપ્રધાન તરીકેના શપથ ગ્રહણ કરવાના છે. હાલ આ શપથ ગ્રહણ સમારોહની તડામાર તૈયારીઓ પણ થઈ ચૂકી છે ઉપરાંત નવી સરકાર રચવાની પણ તૈયારીઓ ભાજપ દ્વારા શરૂ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું રહ્યું છે. સુત્રોમાંથી મળતી વિગતો અનુસાર ૩૦મીએ નરેન્દ્ર મોદી શપથ લેશે તે પૂર્વે ૨૯મીએ તેઓ ગુજરાતની મુલાકાતે આવવાના છે. આ વેળાએ તેઓ ગાંધીનગર જઈને માતા હિરાબાના આશિર્વાદ લેશે. આ પૂર્વે તેઓ વારાણસીમાં ધન્યવાદ રેલી પણ યોજવાના છે. વારાણસી ખાતે તેઓ મેગા રોડ-શો યોજીને જનતાએ જે સમર્થન આપ્યું છે તે બદલ તેમનો આભાર વ્યકત કરવાના છે. આજે નરેન્દ્ર મોદીના હાજરીમાં કેબીનેટની બેઠક પણ યોજાનાર છે. જેમાં ૧૬મી લોકસભા ભંગનો નિર્ણય કરવામાં આવનાર છે. ઉપરાંત નવી સરકારના દાવા માટેનો સમય પણ આ બેઠકમાં નકકી કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.