Abtak Media Google News

સરકારી ઓઈલ કંપનીઓને અપાયા આદેશ: ૨૦૧૮ સુધીમાં રાંધણગેસ ઉપર સબસીડી નાબુદ કરવાની તૈયારી

ભારત સરકાર દ્વારા સબસીડીને નાબુદ કરવા માટે સબસીડીવાળા રાંધણગેસમાં હવેથી મહિને રૂ.૪નો ભાવ વધારો કરવામાં આવ્યો છે. ત્યારે આ નિર્ણય સરકારી ઓઈલ કંપની દ્વારા લેવાયો છે. આ નિયમના આધારે ઘરવપરાશનું ગેસ સીલીન્ડર દર મહિને ૪ મોંઘુ પડશે જયારે વર્ષ દરમ્યાન ગ્રાહક દીઠ ૧૨ સીલીન્ડર મળશે સીલીન્ડર ૧૪.૨ કિલો ગેસ હોય જેમાં જુલાઈમાં રૂ ૮૬.૫૪ની સબસીડી વાળા એલપીજી સીલીન્ડર અપાયા છે. ભારત દેશમાં સબસીડી વાળા સીલીન્ડર વાપરતા ૧૮.૧૧ કરોડ ગ્રાહકો છે. જેમાં પ્રધાનમંત્રી ઉજજવલા યોજના દ્વારા ૨.૫ કરોડ ગરીબ ગ્રાહકોને વર્ષ દરમ્યાન વિનામૂલ્યે કનેકશન આપવામાં આવ્યું હતુ તો બીજી તરફ ૨.૬૬ કરોડ ગ્રાહકો સબસીડી વગર જ ગેસ ખરીદી કરે છે. કારણ કે વર્ષ દરમ્યાન ૧૨ બાટલાની મંજુરી છે. તો ૧૨ થી વધુ સીલીન્ડરની જરૂરીયાત વાળા લોકો તો બજારમાંથી રીટેઈલર પાસેથી સીલીન્ડર ખરીદી કરે જ છે.

Advertisement

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.