Abtak Media Google News

ઓલ ઇન્ડિયા યુનિવર્સિટીમાં પસંદગી પામેલા 40 ખેલાડીને 1 લાખ રૂપિયાથી વધુના પુરસ્કાર અપાયા

સ્પોટર્સ જીવનના દરેક ક્ષેત્રે જરૂરી: સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન
પ્રમુખ જયદેવ શાહ

વી.વી.પી. સ્ટુડન્ટ અને સ્ટાફ સ્પોર્ટસ ફેસ્ટીવલમાં ઈન્ડોર અને આઉટડોરમાં કુલ મળીને 1700થી પણ વધુ લોકોએ ભાગ લીધોહતો.  વિદ્યાર્થી જીવનમાં સ્પોર્ટસનો ખૂબ અગત્યનો ફાળો છે. વધુને વધુ વિદ્યાર્થીઓ રમતા થાય તે માટે અમે લોકો પણ પ્રયત્નો કરી રહ્યા છીએ.વી.વી.પી. સ્પોર્ટસ ફેસ્ટીવલ પ્રસંગે  જયદેવભાઈ શાહ જી.ટી.યુ.ના સ્પોર્ટસ ઓફિસર ડો. આકાશભાઈ ગોહિલની સાથે વી.વી.પી.ના આ. ટ્રસ્ટી ડો. નરેન્દ્રભાઈ દવે વી.વી.પી. ગવર્નીંગ બોડીના સભ્ય વિનોદભાઈ લાઠીયા, વી.વી.પી.ના પ્રિન્સીપાલ ડો. તેજસભાઈ પાટલીયા ઉપસ્થિત રહ્યા હતાં.

Advertisement

વી.વી.પી.ના આ. ટ્રસ્ટી કૌશિકભાઈ શુકલએ તેમના શુભેચ્છા સંદેશમાં જણાવ્યું હતું કે ઓલ ઈન્ડિયા યુનિવર્સિટીઝમાં પચાસ વિદ્યાર્થીઓ આ વર્ષે પસંદગી પામ્યા એટલે નેશનલ ખેલાડીઓની હાફ સેન્ચુરી વી.વી.પી. એ એક જ વર્ષમાં પૂરી કરી છે જે કદાચ સમગ્ર ગુજરાતની જી.ટી.યુ. અંતર્ગતની કોઈપણ એન્જીનીયરીંગ કોલેજ કરતાં વધુ હશે. અમારા આ એ.આઈ.યુ. વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળી રહે તે હેતુસર અમોએ આ વર્ષે તેમને બ્રાન્ડેડ ટ્રેકસૂટ અને શુઝ ઈનામ રૂપે આપ્યા છે. આ ઈનામોની કુલ રકમ રૂા. 1 લાખથી પણ વધુ થવા જાય  છે.વી.વી.પી. સ્પોર્ટસ ફેસ્ટીવલમાં વિદ્યાર્થી અને સ્ટાફ રમતોમાં વિજેતા થયેલાઓની યાદી મુજબ છે.

વિદ્યાર્થીઓમાં ક્રિકેટ ગર્લ્સમાં સિવિલ ડિપાર્ટમેન્ટ વિજેતા આઈ.ટી. ડીપાર્ટમેન્ટ રનર્સઅપ ક્રિકેટ બોયઝમાં મિકેનીકલ ડિપાર્ટમેન્ટ વિજેતા સિવિલ ડીપાર્ટમેન્ટ રનર્સઅપ વોલીબોલ ગર્લ્સમાં ઈલેકટ્રીકલ ડિપાર્ટમેન્ટ વિજેતા આઈ.ટી. ડીપાર્ટમેન્ટ રનર્સઅપ વોલીબોલ બોયઝમાં મિકેનીકલ ડિપાર્ટમેન્ટ વિજેતા કોમ્પ્યુટર ડીપાર્ટમેન્ટ રનર્સઅપ બાસ્કેટબોલ ગર્લ્સમાં વી.વી.પી. (સંયુકત) ડિપાર્ટમેન્ટ વિજેતા આઈ.ટી. ડીપાર્ટમેન્ટ રનર્સઅપ બાસ્કેટબોલ બોયઝમાં મિકેનીકલ ડિપાર્ટમેન્ટ વિજેતા ઈલેકટ્રીકલ ડીપાર્ટમેન્ટ રનર્સઅપ તેમજ

કર્મચારીઓમાં ક્રિકેટ બહેનોમાં વી.વી.પી. ટીમ (સંયુકત) ડિપાર્ટમેન્ટ વિજેતા આઈ.ટી. ડીપાર્ટમેન્ટ રનર્સઅપ ક્રિકેટ ભાઈઓમાં ઓફીસ લાઈબ્રેરી એસ્ટા(સંયુકત) ડિપાર્ટમેન્ટ વિજેતા મિકેનીલ ડીપાર્ટમેન્ટ રનર્સઅપ કેરમ બહેનોમાં પ્રો. અંજનાબેન શાપરીયા (મિકેનીકલ) વિજેતા પ્રો. શેરોની ક્રિષ્ટી (ઈ.સી.) રનર્સઅપ કેરમ ભાઈઓમાં કેતનભાઈ પરમાર (લાઈબ્રેરી) વિજેતા  પ્રો. ભાર્ગવ ગોકાણી (સિવિલ) રનર્સઅપ બેડમીન્ટન બહેનોમાં પ્રો. પૂજાબેન ઘોડાસરા (મિકેનીકલ) વિજેતા ડો. ઉર્જાબેન માંકડ (ઈ.સી.) રનર્સઅપ ચેસભાઈઓમાં ડો. દિપેશભાઈ કામદાર(ઈ.સી.) વિજેતા પ્રો. વ્યોમેશભાઈ પરસાણા (કેમિકલ)રનર્સઅપ ટેબલ ટેનીસ ભાઈઓમાં ડો. સચિનભાઈ રાજાણી (ઈલેકટ્રીકલ) વિજેતા પ્રો. વ્યોમેશભાઈ પરસાણા (કેમિકલ) રનર્સઅપ થયેલ હતા.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં સંસ્થાના પ્રિન્સીપાલ ડો. તેજસભાઈ પાટલીયાના કુશળ માર્ગદર્શન હેઠળ સ્પોર્ટસ ક્ધવીનર ડો. સચિનભાઈ રાજાણી ે વિદ્યાર્થીગણે ભારે જહેમત ઉઠાવી હતી. આટલા સુંદર આયોજન બદલ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી લલિતભાઈ મહેતા ટ્રસ્ટીઓશ્રી કૌશિકભાઈ શુકલ ડો. સંજીવભાઈ ઓઝા શ્રી હર્ષલભાઈ મણીઆર તથા ડો. નરેન્દ્રભાઈ દવેએ શુભેચ્છાઓ પાઠવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.