Abtak Media Google News

ઓપરેશન કાવેરી અંતર્ગત સુદાનથી અમદાવાદ આવેલા રાજકોટના વતનીઓને કલેકટર તંત્રની ડિઝાસ્ટર ટિમ 4 બસો મારફત રાજકોટ લાવી : બીમાર હાલતમાં આવેલા 3 સિનિયર સિટીઝનોને 108માં લવાયા

સુદાનથી વધુ 200 લોકો માદરે વતન રાજકોટ પરત ફર્યા છે. સરકાર તરફથી ફ્લાઈટમાં અમદાવાદ આવેલા રાજકોટના વતનીઓને કલેકટર તંત્રની ડિઝાસ્ટર ટિમ 4 બસો મારફત વતન લાવી છે. આ ઉપરાંત બીમાર હાલતમાં આવેલા 3 સિનિયર સિટીઝનોને પણ 108માં લવાયા છે.

Advertisement

સુદાનમાં હાલ ગૃહયુદ્ધની સ્થિતિ છે. જેને પગલે ત્યાં ફસાયેલ હજારો ગુજરાતીઓ સહિતના ભારતીયો ઉપર જીવનું જોખમ તોળાઈ રહ્યું છે. પરિણામે ભારત સરકાર મિશન કાવેરી અંતર્ગત સુદાનમાં ફસાયેલ લોકોને ભારત પરત લાવી રહી છે. જે અંતર્ગત અગાઉ 30 જેટલા રાજકોટના લોકોને પોતાના વતન રાજકોટમાં પરત લાવવામાં આવ્યા છે.

ત્યારબાદ હવે આજરોજ પણ રાજકોટના 200 જેટલા લોકો સુદાનથી ભારત સરકારની વિશેષ ફ્લાઇટ મારફત અમદાવાદ એરપોર્ટ ઉપર આવી પહોંચ્યા છે. જેઓને રાજકોટ કલેકટર તંત્રની ડિઝાસ્ટર તંત્રની ટિમ 4 બસો લઈને પિક અપ કરવા અમદાવાદ પહોંચી હતી. હાલ આ તમામ 200 જેટલા રાજકોટવાસીઓ 4 બસ મારફત રાજકોટ પરત ફર્યા છે.

આ ઉપરાંત 3 સિનિયર સીટીઝન બીમાર હાલતમાં હોય તેઓને 108 મારફત રાજકોટ પરત લાવવામાં આવ્યાનું જાણવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.