Abtak Media Google News

સિમેન્ટમાં જીએસટી દર ૨૮ ટકાથી ઘટાડી ૧૮ ટકા કરવાની વિચારણા

લોકસભાની ચૂંટણીને બસ હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યાં છે ત્યારે સરકાર લોકોને અનેકવિધ પ્રકારે રાહત આપવા માટે અનેક યોજનાઓનું નિર્માણ કરી રહ્યાં છે ત્યારે આવતા અઠવાડિયે મળનારી જીએસટી કાઉન્સીલની બેઠકમાં અર્ફોડેબલ હાઉસીંગ અને સીમેન્ટ ઈન્ડસ્ટ્રીઝના દર ઘટાડવા માટેની બેઠક યોજાશે.હાલ સીમેન્ટ ક્ષેત્રમાં જીએસટીનો દર ૨૮ ટકાનો છે. જેને ઘટાડી ૧૮ ટકા કરવાની વિચારધારા હાલ જીએસટી કાઉન્સીલ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે આવતા અઠવાડિયામાં સીમેન્ટ ક્ષેત્રમાં જીએસટીનો દર ઘટે તેવી સંભાવના દેખાઈ રહી છે.

Advertisement

વાત કરવામાં આવે તો અફોર્ડેબલ હાઉસીંગ સ્કીમમાં અંન્ડર ક્ન્ટ્રકશન મકાનોમાં ૫ ટકાનો જીએસટી દર ઈન્પુટ ટેકસ ક્રેડીટ વગર નકકી કરાયો હતો. ત્યારે હવે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને જે રીતે સીમેન્ટમાં જીએસટી દરમાં ઘટાડો થવાની વાત થઈ રહી છે.

તેનાથી સરકારને ૧૩૦૦૦ કરોડની વાર્ષિક નુકશાની થવાની પણ શકયતા સેવાઈ રહી છે પરંતુ મોદી સરકાર દ્વારા જીએસટી ઘટાડાની વાત કરવાનું એકમાત્ર કારણ એ પણ છે કે,જે સીમેન્ટ ઉદ્યોગકારો છે તેમનું પ્રમાણ ખુબજ વધુ છે અને તેમને રિઝવવા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

જીએસટી કાઉન્સીલની બેઠક આવનારી ૨૦મી ફેબ્રુઆરીના રોજ મળશે. ત્યારે આ બેઠકમાં અફોર્ડેબલ હાઉસીંગ સ્કીમમાં ગરીબ લોકો માટે ૩ ટકા ટેકસ રેટનો નિર્ધાર કરવાની પણ ચર્ચા-વિચારણા થશે. હાલ અફોર્ડેબલ હાઉસ ૫૦ સ્કવેર મીટર કાર્પેટ એરીયા તરીકે નિર્ધાર કરવામાં આવ્યું હતું જેને વધારી ૮૦ સ્કવેર મીટર કરવાનો સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી ડેવલોપર્સ અને ખરીદનાર લોકોને અનેકવિધ પ્રકારે ફાયદાઓ પણ થશે.

ત્યારે સીમેન્ટ મેન્યુફેકચર્સ એસો. દ્વારા જીએસટી દરમાં ૨૮ થી ઘટાડી ૧૮ ટકા કરવાની પણ રજૂઆત કરવામાં આવી હતી. જો આ નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવે તો સીમેન્ટ ક્ષેત્રના ઈન્ફ્રાસ્ટ્રકચરમાં ઘણો સુધારો થઈ શકશે અને અનેકવિધ રોજગારીની તકો પણ ઉભી થશે. જેને લઈ નાણામંત્રી અરૂણ જેટલીએ પણ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, જીએસટી દરમાં ઘટાડો થવામાં પ્રમુખ સીમેન્ટ ઈન્ડસ્ટ્રીઝની છે જેથી સીમેન્ટ ક્ષેત્રે ઉદ્યોગકારોને અનેકવિધ પ્રકારના લાભો મળી શકે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.