ધ્રાંગધ્રામાં બહેનની ખબર કાઢવા આવેલી મહિલાની હત્યા

0
32

બે બહેનને ધારીયા વડે મારમારતા સુરેન્દ્રનગરનાં મહિલાનું મોત: પાડોશી માતા પુત્ર સામે નોંધાતો ગુનો 

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ખાતે બે બહેન ઉપર તિક્ષણ હથીયાર વડે હુમલામાં ઘવાયેલા સુરેન્દ્રનગરનાં પ્રૌઢાનું મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાતા પોલીસે પાડોશી માતા -પુત્ર સામે ખૂનની લમનો ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ધ્રાંગધ્રાના બાલા હનુમાન સામે વેલનાથ બાપુ ધુણા પાસે રહેતા ગોમતીબેન અને સુરેન્દ્રનગરની ટીબી હોસ્પિટલ પાછલ વેલનાથ સોસાયટીમાં રહેતા શાંતાબેન સહિત બંને ઘરે હતા ત્યારે પોડોશમાં રહેતા દશરથ જીતુ ગારીયા અને તેનો પુત્ર જીલુબેન ગારીયાએ ધારીયા વડે માથામા ઘા ઝીંકી દેતા જેમાં શાંતાબેનનું સારવારમાં મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો.આ બનાવમાં પોલીસે મૃતકના ભત્રીજા પ્રભુભાઈ ઉર્ફે ગોબરભાઈ મેરૂભાઈ મરાલીયાની ફરિયાદ પરથી પાડોશી દશરથ જીતુ ગારીયા અને જીલુબેન જીતુ ગારીયા સામે હત્યાનો ગુનો નોંધ્યો છે.પોલીસની પ્રાથમિક તપાસમાં ગોમતીબેન મેરૂભાઈ મરાલીયા નામની મહિલાની ધ્રાંગધ્રા ખાતે રહેતા બહેન શાંતાબેન રામજી કોળી ખબર અંતર પૂછવા આવ્યા હતા. ત્યારે પાડોશમાં રહેતા માતા પુત્ર કોઈ કારણવગર ધારીયા વડે ગોમતીબેનને ધારીયું મારતા જેને બચાવવા વચ્ચે પડેલા બહેન શાંતાબેનને પણ ધારીયા માથામાં ઝીંકતા ગંભીર હાલતમાં પ્રથમ ધ્રાંગધ્રા અને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર ખાતે ખસેડવામાં આવતા જયાં ફરજ પરનાં તબીબે મૃત જાહેર કરતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો પોલીસે હત્યારા માતા પુત્રની શોધખોળ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here