Abtak Media Google News

ટીમ તારિણીએ સર્જ્યો ઈતિહાસ

ગયા વર્ષે 10 સપ્ટેમ્બરે નૌસેનાની છ મહિલા ઓફિસર્સ દરિયાઈ રસ્તેથી વર્લ્ડ ટૂર કરવા માટે નીકળી હતી. તે છ મહિલા ઓફિસર્સ આજે ગોવા પરત ફરી છે. રક્ષામંત્રી નિર્મલા સીતારમણે ટીમ તારિણીનુ સ્વાગત કરતા કહ્યું કે, તેમણે જે સિદ્ધી પ્રાપ્ત કરી છે તેનાથી હું ગર્વ અનુભવું છું. દેશના યુવાઓ માટે આ પ્રેરણાદાયક દાખલો છે.

Advertisement

લેફ્ટનન્ટ કમાન્ડર વર્તિકા જોશીની આગેવાનીમાં ટીમે 26 હજાર દરિયાઈ સફર પૂરો કર્યો છે. ક્યારેક 140 કિમી પ્રતિ કલાકની સ્પીડે આવતા પવને તેમને રોક્યા તો ક્યારેક 10-10 મીટર ઉંચી લહેરોએ તેમનો રસ્તો રોક્યો.પરંતુ મહિલા ઓફિસર્સે અડગ રહીને તેમની સફર પૂરી કરી હતી. આ ટીમ આજે ભારત પહોંચી દઈ છે.

ગોવા તટ પર રક્ષામંત્રી નિર્મલા સિતારમણે તેમનું સ્વાગત કર્યું હતું. 254 દિવસ પછી આ મહિલા ઓફિસર્સ દરિયાઈ રસ્તે તેમની વર્લ્ડ ટૂર પૂરી કરીને ભારત પરત ફરી છે.ટીમની મુસાફરી જ્યારે પૂરી થઈ છે ત્યારે ભાસ્કર ટીમે તેમની સાથે વાત કરી હતી. તેમની આ મુસાફરીના અનુભવ, રોમાંચ અનેપડકાર વિશે વાત કરવામાં આવી હતી. સમગ્ર વાતચીત વોટ્સએપ દ્વારા કરવામાં આવી હતી.

નૌસેનાની 6 મહિલા ઓફિસર્સ:-

– લેફ્ટનન્ટ કમાન્ડર વર્તિકા જોશી, ઉત્તરાખંડ
– લેફ્ટનન્ટ કમાન્ડર પ્રતિબા જામવાલ, હિમાચલ
– લેફ્ટનન્ટ કમાન્ડર પી સ્વાતી, વિશાખાપટ્ટનમ
– લેફ્ટનન્ટ ઐશ્વર્યા બોડ્ડાપટી, હૈદરાબાદ
– લેફ્ટનન્ટ વિજયા દેવી, મણિપુર
– લેફ્ટનન્ટ પાયલ ગુપ્તા, ઉત્તરાખંડ

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.