Abtak Media Google News

નવી સરકાર એલસીઆર રેસ્યો લાવી એનબીએફસીની સ્થિતિ સુધારશે

ભારતની આર્થિક સ્થિતિ જે રીતે ડામાડોળ થઈ ગઈ છે તે જોતાં ફરીથી તેને બેઠું કરવા માટે સરકાર અનેકવિધ પ્રકારે પગલા લઈ રહી છે ત્યારે જીડીપી દરમાં એનબીએફસી કંપનીને પુરતા નાણા ન મળતાં જીડીપી ગ્રોથ ૫.૮ ટકા ઘટયો છે ત્યારે નવી સરકારનું જે ગઠન થયું છે તેમાં એલસીઆર રેસીયો લાવી એનબીએફસી કંપનીની સ્થિતિ સુધારશે તેવો નિર્ધાર હાલ સરકાર દ્વારા લેવામાં આવી રહ્યો છે. એનબીએફસી કંપની મુખ્યત્વે ખુબ જ લોકઉપયોગી સાબિત થતી હોય છે પરંતુ તેને નાણાનું ગ્રહણ રાખતા જીડીપી ગ્રોથમાં જે ઘટાડો નોંધાયો છે તેનાથી દેશની આર્થિક સ્થિતિને પણ અસર પહોંચી છે.

Advertisement

નવા આંકડામાં બતાવવામાં આવેલી સ્થિતિમાં પ્રથમવાર ચીનનો વિકાસ દર ભારતનાં અર્થતંત્રને ટેક ઓવર કર્યું છે. ભારતનાં અર્થતંત્રમાં વિકાસદર ૬.૮ ટકાથી ઘટી ૫.૮ ટકા નીચે ઉતર્યો છે જેમાં વિકાસદરમાં ઘટાડો, વ્યાજદર નીતિ અને ખેતીમાં ચાલી રહેલી મંદીનાં કારણે ઉભી થઈ હોવાનું પણ માનવામાં આવે છે. જયારે સૌથી મોટું બીજું કારણ એનબીએફસી કંપનીને અપુરતું ધીરાણ મળતાં તે નાગરિકોને આર્થિક જ‚રીયાત પુરી પાડવામાં અસક્ષમ નિવડતાં આ ઘટના સામે આવી છે.

વિકાસ દર ઘટવાની વાત થતાં નાણા વિભાગનાં સચિવ સુભાષચંદ્ર ગર્ગ મંદી હંગામી નકારાત્મક પરિબળોનાં કારણે છે તે ધીરે-ધીરે રાબેતા મુજબ સારી થઈ જશે તેવા એંધાણ પણ આપ્યા હતા. ખાનગી ફાયનાન્સ કંપનીઓ અને બેન્કિંગ ક્ષેત્રમાં રોકડની કમી અને કરભારણનાં કારણે ઉપરાંત વ્યાજદરમાં વૃદ્ધિ જેવા પરીબળોએ અર્થતંત્રનાં વિકાસ દર પર બ્રેક લગાવી હોય તેમ નિષ્ણાંતો માની રહ્યા છે. ૨૦૨૦ સુધીમાં આ મંદી દુર થઈ જશે તેવા પણ સંકેતો આપવામાં આવ્યા છે. ૨૦૨૦માં વ્યાજ દરની વૃદ્ધિ ૭ ટકાને પાર કરશે તેવી ક્રિશીલનાં મુખ્ય અર્થશાસ્ત્રી ધર્મકિર્તી જોશીએ આશા વ્યકત કરી છે.

અર્થતંત્રનાં જે જીડીપી ગ્રોથમાં ઘટાડો જોવા મળ્યો છે તેનું મુખ્ય કારણ ખેતી ક્ષેત્રે ખરાબ પ્રદર્શન અને સાથો સાથ મેન્યુફેકચરીંગ ક્ષેત્રમાં થયેલા ખરાબ પ્રદર્શનને પણ માનવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારે બીજી ટર્મ માટે સતા સંભાળી લીધી છે અને એકમાત્ર વિકાસનાં અભિગમ સાથે કામ કરવાની મહેચ્છા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવતાની સાથે જ તમામ સાથી મંત્રીઓને પણ દેશનાં વિકાસ માટે પોતાની જેમ જ સતત ૧૮ કલાક કામ કરવાની તૈયારી ન હોય તો સરકાર અન્ય વિકલ્પો માટે તૈયાર રહેશે તેમ તાકીદ કરી પડકારોને પહોંચી વળવા પ્રબળ ઈચ્છા શકિત પ્રદર્શિત કરી છે.

સરકાર સામેનાં મોટા પડકારોનાં સૌથી પ્રથમ કેટલાક ચોકકસ કારણોસર દેશનો વિકાસ દર છેલ્લાં પાંચ વર્ષ સૌથી વધુ ઘટી ગયો છે અને બેરોજગારીનો દર ૪૫ વર્ષમાં સૌથી ઉંચો આવ્યો છે જે ભારત દેશ માટે ખુબ જ ગંભીર મુદો પણ બની ગયો છે. કેન્દ્રનાં આંકડાકિય વિભાગે વૃદ્ધિદર અને રોજગારી સાથે જોડાયેલા આંકડા ગઈકાલે જાહેર કર્યા છે જેમાં દેશનો જીડીપી દર પાંચ વર્ષમાં સૌથી નીચો ચાલી રહ્યો છે. વિશ્વની સૌથી ઝડપથી વિકસિત અર્થ વ્યવસ્થાનાં રૂપમાં ઓળખાતું ભારતીય અર્થતંત્ર પાંચ વર્ષની સ્થિતિએ અત્યારે ખાડે ગઈ છે.

૨૦૧૮-૧૯નાં ચોથા ત્રિમાસિક સર્વેમાં ગયા વર્ષનાં ૬.૮ ટકાનાં વૃદ્ધિ દર સામે ઘટીને ૫.૮૧ ટકાએ પહોંચી ગયો છે, કે જે ૬ ટકાથી નીચે ચાલ્યા ગયેલા વૃદ્ધિદર એક ચિંતાનું કારણ છે જેમાં એક વર્ષ પહેલા આ વૃદ્ધિ દર ૮.૧ ટકા રહ્યો હતો. દર ત્રણ મહિને સતત ઘટતાં વૃદ્ધિદર ૭.૨ ટકાથી નીચે ઉતરીને અત્યારે ૫.૮ ટકા પહોંચી ગયો છે. રાજકોષીય ખાદ્ય ૩.૩૯ ટકાએ પહોંચી ગઈ છે. દેશનાં ૮ મુખ્ય ઉધોગો  અને વૃદ્ધિ દર એપ્રિલમાં ઘટીને ગયા વર્ષનાં આજ મહિનામાં ૪.૭ની જગ્યાએ અત્યારે ૨.૬ નીચે ઉતરી ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.