Abtak Media Google News

દીપિકા પાદુકોણ, શ્રઘ્ધા કપુર અને સારા અલીખાન સહિત સાતની સઘન પુછપરછ

સુશાંતસિંહ રાજપુતની આત્મહત્યાની તપાસમાં રોજ નવા નવા ખુલાસા થઇ રહ્યા છે. આ કપાસના સિલસિલામાં બોલીવુડમા ચાલી રહેલા ડ્રગ્સ રેકેટનો પણ મોટો ખુલાસો થયો છે. એક પછી એક ‘ડ્રગ્સ દીવાની’ અભિનેત્રીઓના નામ સામે આવી રહ્યા છે. ત્યારે હવે, આમાં દિપીકા  પાદુકોણ, શ્રઘ્ધા કપૂર, સારા અલીખાન, રકુલ પ્રીત સિંહ અને સિમીન ખંબાટા  સહિત સાત શખ્સોના નામ ખુલ્યા છે જેને નારકોટિકસ કંટ્રોલ બ્યુરોએ (એનસીબી) પુછપરછ માટે સમન્સ જારી કર્યો છે.

દીપીકા પાદુકોણને રપ સપ્ટેમ્બરે જયારે સારા અલીખાન અને શ્રઘ્ધા કપૂરને ર૬ સપ્ટેમ્બરે પુછપરછ માટે એનસીબીએ સમન પાઠવ્યું છે. દીપીકાએ વિડીયો કોન્ફરન્સથી ૧ર વકીલો સાથે મીટીંગ કરી હતી. જેમાં તેના પતિ રણવીરસિંહએ પણ હાજરી આપી હતી.  દીપીકા હાલ શકુલ બત્રાની ફિલ્મના શુટીંગને લઇ ગોવામાં વ્યસ્ત હતી જે તમામ કામ અધુરું છોડી હવે મુંબઇ આવી જવું પડયું છે.

ઉલ્લેખનીય છે કે સુશાંતસિંહ રાજપુત આત્મહત્યા કેસ સાથે વણાયેલ આ ડ્રગ્સ રેકેટની તપાસ એનસીબીએ ૯મી સપ્ટેમ્બરથી શરુ કરી હતી. જેમાં જયા શાહની પુછયા બાદ એક પછી એક સેલીબ્રીટીઓના નામ ખુલતા ચકચાર મચી છે. જેને લઇને રિયા ચક્રવર્તીના વકીલે નામ જાહેર થવા પાછળ પોતાના અસીલનો કોઇ હાથ ન હોવાનું જણાવ્યું હતું.

જણાવી દઇએ કે દીપીકાની વોટસઅપ ચેટમાં ખુલાસો થયો હતો કે તે કવાન કંપનીમાં કામ કરી રહેલી કરિશ્મા પાસે ડ્રગ માંગી રહી હતી. આ કરિશ્માને પણ સમન્સ મોકલવામાં આવ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.