Abtak Media Google News

પશ્ચીમ રેલવેએ યાત્રિકોને લાભ મળે તે માટે જામનગર અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે નવી હમસફર એકસપ્રેસ ટ્રેન દોડાવવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેનને આજે અન્ય યોજનાઓ સાથે જામનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વડાપ્રધાન દ્વારા ફલેગ કરવામાં આવશે.

Advertisement

૨૨૯૨૩/૨૨૯૨૪ બાંદ્રા ટર્મિનસ જામનગર હમસફર એકસપ્રેસ તેના પ્રારંભિક રનમાં ટ્રેન નંબર ૦૨૯૨૪ જામનગર બાંદ્રા ટર્મિનસ નરેન્દ્ર મોદી દ્વારા બંધ કરવામાં આવશે. સોમવારે જામનગર સ્ટેશનથી ૧૨:૩૦ વાગ્યે નીકળીને મંગળવારે સવારે ૪:૧૦ કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.

આ ટ્રેન દર મંગળવાર, ગુરુવાર અને રવિવાર રાત્રે ૨૦:૦૦ વાગ્યે જામનગરથી રવાના થશે અને રાત્રે ૨૧:૧૭ વાગ્યે રામમથકે અને બીજા દિવસે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. સવારે ૧૦:૨૦ વાગ્યે તેજ રીતે ટ્રેન ૨૨૯૨૩ બાંદ્રા ટર્મિનસ જામનગર હમસફર એકસપ્રેસ બુધવાર અને શનિવારે રાત્રે ૨૩:૫૫ વાગ્યે રવાના થશે અને બપોરે જામનગર પહોંચશે. ઉપરોકત ટ્રેન ૭ માર્ચથી અમલમાં આવશે. આ ટ્રેનમાં એસી ૩ ટાયર કોચ હશે. ૨૨૯૨૩/૨૪ બાંદ્રા ટર્મિનસ-જામનગર એકસપ્રેસનું બુકીંગ આજથી શ‚ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.