Abtak Media Google News

મસાલાની આવક શરૂ થતા ચેરમેન અને ડિરેકટરોએ મોઢા મીઠા કરાવ્યા: 20 કિલો ધાણાના ભાવ રૂ.1710 બોલાયા

રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં આજે મસાલાની આવકમાં નવા ધાણાથી શરૂૃત થવા પામી છે. આજે નવા ધાણાની આવક થતા યાર્ડના ચેરમેન જયેશભાઈ બોઘરા અને ડિરેકટર અતુલભાઈ કામાણીએ મોઢા મીઠા કરાવ્યા હતા 30 મણ ધાણાની આવક થવા પામી હતી અનેપ્રતિ મણ ભાવ રૂ.1710 બોલાયો હતો.

આજથી યાર્ડમાં શિયાળુ મસાલાની આવક થવા પામી છે. ખોખડદળના ખેડુત આશિષભાઈ બાબૂભાઈઆજે સવારે ધાણા લઈને યાર્ડમાં આવ્યા હતા. પ્રથમ વાર મસાલાની આવક થતા યાર્ડના ચેરમેન જયેશભાઈ બોઘરાએ શ્રીફળ વધેરી હરરાજી ચાલુ કરાવી હતી અને ખેડુત, વેપારીઓ તથા ડિરેકટરોના મોઢા મીઠા કરાવ્યા હતા.

દલાલ સ્વામીનારાયણ ટ્રેડર્સની મધ્યસ્થીથી વડેરા ટ્રેડીંગ કંપની દ્વારા રૂ. 1710 લેખે પ્રતિ મણ ધાણાની ખરીદી કરવામા આવી હતી. માવઠાની આગાહી વચ્ચે શિયાળુ આવક શરૂ થતા વેપારીઓમાં ખુશાલી વ્યાપી જવા પામી હતી દરમિયાન ગઈકાલે યાર્ડમાં 50 હજાર મણ મગફળી પણ ઉતારવામાં આવી હતી હાલ કપાસની પણ દૈનિક 15 થી 20 હજાર મણની આવક થઈ રહી છે કમૌસમી વરસાદની આગાહી આપવામાં આવી હોય મગફળી સહિતની જણસીને પ્લેટફોર્મમાં સલામત સ્થળે ઉતારવામાં આવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.