નવી સ્ક્રેપ પોલિસી: આ સર્ટિફિકેટથી વાહનોની ખરીદી પર મેળવી શકશો ભારે ડિસ્કાઉન્ટ, જાણો અન્ય બીજા કયા લાભ

આજરોજ ગાંધીનગરના મહત્મા મંદિર ખાતે આજે ગુજરાત સ્ટેટ ઇન્વેસ્ટર્સ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાયા હતા. આ દરમિયાન મોટી અને સંપૂર્ણ દેશ માટે મહત્વની એવી સ્ક્રેપ પોલીસી જાહેર કરવામાં આવી હતી.

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ નવી પોલિસીની જાહેરાત કરતા જણાવ્યું કે 1 ઓક્ટોબર 2021થી નવી સ્કેપ પોલિસી લાગુ થશે. વર્ષ 2005 પહેલાના વાહનો સ્ક્રેપ થઈ જશે. તેમજ ભાવનગરના અલંગ ખાતે દેશનો પ્રથમ સ્ક્રેપ પ્લાન્ટ શરૂ કરવામાં આવશે. ઉપરાંત કચ્છમાં જૂના વાહનો સ્ક્રેપ કરવા પાર્ક ઉભો કરવામાં આવશે. નવી પોલિસી મુજબ કોર્મશ્યિલ અને સરકારી વાહનો 15 વર્ષે સ્ક્રેપમાં જશે જયારે પ્રાઇવેટ વાહનો 20 વર્ષ બાદ સ્ક્રેપમાં જશે.

રજિસ્ટ્રેશન ફી અને રોડ ટેક્સમાં છૂટછાટની વડાપ્રધાન મોદીની જાહેરાત

ગુજરાત સ્ટેટ ઈન્વેસ્ટર્સ સમિટમાં સંબોધન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહત્વની જાહેરાત કરી હતી કે નવી પોલિસીથી પ્રદુષણ ઘટશે તો સાથે જે બિનજરૂરી વાહનો છે તેને હટાવવામાં મદદ મળશે. સ્ક્રેપવાળી ગાડીઓ માટે સર્ટિફિકેટ આપવામાં આવશે. નવી ગાડીઓની ખરીદીના રજિસ્ટ્રેશન ફીમાં છુટછાટ મળશે તેમજ રોડ ટેક્સ પર પણ 25% છૂટ મળશે તેમ જણાવ્યું હતું

રૂપિયા 10 હજાર કરોડના રોકાણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે નવી પોલિસીથી રૂપિયા 10 હજાર કરોડના નવા રોકાણ થશે. આનાથી આત્મનિર્ભર ભારત અભિયાન વધુ વેગવંતુ બનશે. આ  પોલિસી કચરાથી કંચન સુધી લઈ જનારી બનશે.

જહાજો બાદ હવે ગુજરાત વાહનોના સ્ક્રેપિંગ માટે પણ મોટું હબ બનશે

વડાપ્રધાન મોદીએ કહ્યું કે ગુજરાતનો ભાવનગર અલંગ વિસ્તાર જહાજ ભંગાર માટે જાણીતો છે. જહાજો બાદ હવે ગુજરાત પણ વાહનોના સ્ક્રેપિંગ માટે મોટું હબ બની શકે છે. જૂના વાહનોને રસ્તા પરથી હટાવી દેવામાં આવશે, 10000 કરોડનું રોકાણ નવી સ્ક્રેપિંગ નીતિથી આવશે. ઓટોમોબાઈલ સેક્ટરમાં વૃદ્ધિ સાથે હોટલ બિઝનેસને પણ વેગ મળશે. નવી નીતિથી ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવામાં આવશે, જૂના વાહનો જંકમાં જશે, જે નવા વાહનોના વ્યવસાયમાં પણ વધારો કરશે. 2001 અને 2015ની વચ્ચે, લગભગ 20 મિલિયન વાહનો સ્ક્રેપિંગમાં જશે. સરકાર ગ્રીન અને ટકાઉ ગતિશીલતા માટે સંશોધન અને માળખાગત સુવિધા પર મહત્તમ ભાર આપશે. નવી નીતિ અકસ્માતો ઘટાડશે, કચરાનો ઉપયોગ રસ્તાઓના નિર્માણમાં કરવામાં આવશે.