Abtak Media Google News

 

Advertisement

જામનગર સમાચાર

જામનગર મહાનગરપાલિકા દ્વારા રાત્રી સફાઈ ની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, ત્યારે ગઈકાલે રાત્રે શહેરના લીમડાલેન સહિતના વિસ્તારમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન નગરના મેયર વિનોદભાઈ ખીમસુરીયા, સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક જૂથના નેતા આશિષ જોષી દંડક કેતનભાઇ નાખવા સહિતના મહાનગરપાલિકાના પદાધિકારીઓ જોડાયા હતા, અને નિરીક્ષણ કર્યું હતું.Whatsapp Image 2023 09 30 At 17.16.16 5Be69A1D

રાત્રી સફાઈ કરનારા સફાઈ કામદારોને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા ના પ્રયાસોથી જામનગર ના હાપા સ્થિત જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા થેપલા સૂકીભાજી સહિતના ચા-પાણી નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ વેળાએ જલા રામ સેવા ટ્રસ્ટના  રમેશભાઈ દતાણીની ટીમ પણ જોડાઈ હતી.

સાગર સંઘાણી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.