Abtak Media Google News

દિવાળીના તહેવાર તથા અન્ય તહેવારો નિમિતે જાહેર જનતાને ભયજનક/હાનિકારક પર્યાવરણ તથા ધ્વની પ્રદુષણનો વિપરીત અસરથી રક્ષવા માટે ફટાકડાના ઉત્પાદન, વેચાણ, તથા ફટાકડા ફોડવા બાબતે દિશાનિર્દેશો કરેલ છે. તેના અમલીકરણ માટે તથા દિવાળીના તહેવારો દરમ્યાન ફોડવામાં આવતા ફટાકડાના કારણે આગ, અકસ્માતના બનાવો ન બને અને જાહેર જનતાની સલામતી માટે અને જાહેર જનતાને અગવડ ન પડે તે માટે કચ્છ જિલ્લાના વિસ્તારમાં ફટાકડાના ખરીદ, વેચાણ તથા ઉપયોગ ઉપર નિયંત્રણ મુકવું જરૂરી જણાતા જિલ્લા મેજીસ્ટ્રેટ પ્રવિણા ડી.કે. દ્વારા  જિલ્લાની હદમાં દિવાળીના તહેવારો દરમ્યાન રાત્રીના ૮ થી ૧૦ દરમ્યાન જ ફટાકડા ફોડી શકાશે. હાનિકારક ધ્વની પ્રદુષણ રોકવામાટે માત્ર ઙઊજઘ સંસ્થા દ્વારા એવા અધિકૃત/માન્ય ફટાકડાના દરેક બોકસ ઉપર ઙઊજઘ ની સૂચના પ્રમાણેનું માકિંગ હોવું જરૂરી છે. હોસ્પિટલ, નર્સિગ હોમ, આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલયો, ધાર્મિક સ્થળોની ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારને સાયલેન્ટ ઝોન તરીકે ગણવામાં આવશે અને ત્યાં કોઇપણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહીં.  આ હુકમ તા.૧૧/૧૧/૨૦૨૦ થી તા.૧૯/૧૧/૨૦૨૦ સુધી  અમલમાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.