Abtak Media Google News

હાલ સુધી પ્રોજેક્ટ્સનો કોન્ટ્રાક્ટ પતી ગયા પછી ટોલ ટેક્સના દરમાં 40 ટકાનો ઘટાડો કરી દેવાતો હતો

કેન્દ્ર સરકારે કોન્ટ્રાક્ટ સમાપ્ત થયા બાદ પણ 100 ટકા ટોલ ટેક્સ વસૂલવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત ટોલ કંપનીઓને દર વર્ષે ટેક્સમાં જથ્થાબંધ ભાવ સૂચકાંકના પ્રમાણમાં ટેક્સનો દર વધારવાનો અધિકાર રહેશે.  હાલની વ્યવસ્થા અનુસાર હાઈવે પ્રોજેક્ટ્સનો કોન્ટ્રાક્ટ પતી જતાં ટોલ ટેક્સના દરમાં 40 ટકાનો ઘટાડો કરી દેવાતો હતો. માર્ગ પરિવહન તથા હાઇવે મંત્રાલયે આ મામલે 6 ઓક્ટોબરે એક નોટિફિકેશન જાહેર કરી હતી. તેમાં ઉલ્લેખ કરાયો હતો કે નેશનલ હાઈવે ફી 2008માં સુધારો કર્યો છે. મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે બિલ્ડ ઓપરેટ ટ્રાન્સફર ટોલ પ્રોજેક્ટમાં ટોલ વસૂલીના કોન્ટ્રાક્ટની મુદ્દત પૂરી થયા બાદ ટેક્સના દર 40 ટકા ઘટાડવાનો નિયમ છે. એવું જોવા મળ્યું છે કે કોન્ટ્રાક્ટની મુદ્દત 10થી 15 વર્ષ રહે છે અને હાઈવે પ્રોજેક્ટમાં કરાયેલા ઈન્વેસ્ટમેન્ટની ભરપાઈ ટોલ ટેક્સ વસૂલીથી પૂરી થઈ શકતી નથી. આ ઉપરાંત જમીન સંપાદનના બદલામાં અપાયેલા વળતરની પણ વસૂલી થતી નથી.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.