Abtak Media Google News

હોટસ્ટાર, એરટેલ ટીવી અને સોની લાઈવ જેવી ચેનલોને લાયસન્સ મેળવવાના માળખા હેઠળ લાવવાના પ્રયત્નો

હાલ ૨૧મી સદીમાં લોકો ટીવીના બદલે પોતાની પાસે સ્માર્ટફોન રાખતા હોય છે જેથી તેઓને દુનિયાભરની પળે પળની ખબર નજીવા સમયાંતરે મળી જતી હોય છે. પહેલાના સમાનામાં સ્માર્ટફોન નહોતા ત્યારે લોકો ટીવીનો સહારો લઈ વિશ્વ આખાના હિલચાલની માહિતી પ્રાપ્ત કરતા હતા. ત્યારે હવે એપ્લીકેશનના સહારે લોકો સમગ્ર વિશ્વની માહિતી રાખતા હોય છે. સ્માર્ટફોન આવવાથી લોકોને મનોવાચ્છીત એપ્લીકેશનો તેમના સ્માર્ટફોનમાં રાખી પળે પળની વિગતો પ્રાપ્ત કરે છે. ત્યારે કહી શકાય કે હવે ટીવી ચેનલોની ગરજ એપ્લીકેશન સારશે. જેને ટ્રાય એપ્લીકેશન દ્વારા પ્રસારણને પણ માન્યતા અપાશે.

ટેલીકોમ વોચડોગ ઓવર ધ ટોક એપ્લીકેશનનું નિયમન કરવાનું વિચારી રહી છે જેમાં હોટસ્ટાર, એરટેલ ટીવી અને સોની લાઈવ જેવા ટીવી ચેનલોના બ્રોડકાસ્ટર માટે લાઈસન્સીંગ માળખા હેઠળ લેવામાં આવી રહ્યાં છે. ટ્રાય દ્વારા ટેલીવિઝન જોવાનું લોકો માટે વધુ સસ્તુ બનાવવાના હેતુથી નવા ટેરીફ નિયમો રજૂ કર્યા છે. ત્યારે હવે અનિયંત્રીત એપ્લીકેશનો દ્વારા ટીવી ચેનલોના કેરેજ પર ધ્યાન કેન્દ્રીત કરવાની યોજના બનાવવામાં આવી છે અને અમુક કિસ્સામાં નિ:શુલ્કની ઓફર પણ કરાઈ છે.

કેરેજ ટીવી પ્રોગ્રામીંગનું રજિસ્ટર બ્રોડકાસ્ટરને લાયસન્સ આપવામાં આવ્યું છે જો કે લાયસન્સીંગ ફ્રેમવર્ક હેઠળ કેબલ ઓપરેટર તથા સેટેલાઈટ પ્લેયરોને સામગ્રી આપવાની મંજૂરી આપવામાં આવી છે. ત્યારે જો કોઈ ત્રીજો પક્ષ જેમ કે, એપ્લીકેશ કોઈપણ કેરેજ સુલ્ક અને લાયસન્સ ફી ચુકવ્યા વગર સમાન ચેનલ બતાવી રહ્યું છે.

ભારતમાં પ્રસારણ માટેનું લાયસન્સની અવધી ૧૦ વર્ષની છે. જેમાં પ્રોગ્રામીંગ અને એડવર્ટાઝીંગ કોડનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે બ્રોડકાસ્ટ કરવામાં આવતી તમામ ચેનલો ઈન્ફોરર્મેશન અને બ્રોડકાસ્ટીંગ મીનીસ્ટરીના ઘોષીત કરેલા નિયમો પ્રમાણે ચાલવી જોઈએ પરંતુ એપ્લીકેશન દ્વારા આ અંગે કોઈપણ પ્રકારનું ધ્યાન કેન્દ્રીત કરવામાં આવતું નથી.

ટીવી ચેનલને સ્ટ્રીમ કરતી એપ્લીકેશનનો પ્રતિકારનો સામનો કરવો ઉપરાંત ટ્રાયના પગલે બ્રોડકાસ્ટર દ્વારા વિરોધ કરવાની પણ ધારણા કરવામાં આવી રહી છે જેમાં સ્ટાર ઈન્ડિયા, સોની, ઝી અને ટાઈમ્સ નેટવર્ક જેવી સ્ટ્રીમીંગ એપ્લીકેશનનો સમાવેશ કરવામાં આવી છે.

વીડીયો સ્ટ્રીમીંગ સેવા એમેકસ પ્લેયરના સીઈઓ કરણ બેદીએ જણાવ્યું હતું કે, ઓટીટી પ્લેટફોર્મ એ ટીવી ચેનલો જોવા માટેદર્શકો માટે ફકત એક વધારાનું માધ્યમ છે. ટીવી ચેનલોને પહેલેથી જ નિયમન કરવામાં આવે છે ત્યારે કોઈપણ વધારાની લાયસન્સીંગ ફેમવર્ક સંપૂર્ણપર્ણે બીન જરૂરી બની રહેશે ત્યારે કહી શકાય કે, હાલના પ્રવર્તીત સમયમાં લોકો ટીવીના બદલે એપ્લીકેશન મારફતે સમગ્ર વિશ્વની માહિતી એકત્રીત કરતા હોય છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.