Abtak Media Google News

૫ કીલોનો વજન વધારો હૃદયને જોખમી બનાવી દેશે!!

હાઇટ-વેઇટના માપદંડોમાં વધારો: પુરૂષોનું ૬૫ અને સ્ત્રીનું ૫૫ કિલો વજન જરૂરી તો, ઉંચાઇ ક્રમશ: ૫.૮ અને ૫.૩ ફૂટ નક્કી કરતું એનઆઇએન

આજના આધુનિક યુગમાં વધતા જતા ટેકનોલોજીના ઉપયોગથી માનવજીવન ઘણાખરા અંશે સરળ અને ઝડપી તો બન્યું છે પણ તેની સાથે ઘણી નકારાત્મકતાઓ પણ પ્રવર્તી છે. જીવન-ધોરણોમાં ઘણા બદલાવો આવી ગયા છે. ટેકનોલોજીકલ સુવિધાઓને કારણે આજના માનવનું જીવન બેઠાળુ થઈ ગયું છે જે સારા સ્વાસ્થ્ય માટે ઘણી આડઅસર પેદા કરે છે. આજે વિશ્ર્વ હૃદય દિવસ છે ત્યારે સારા સ્વાસ્થ્ય અને આરોગ્યપ્રદ જીવન અંગે વાત કરવી તો જરૂરી જ બની રહે છે. હૃદયરોગ અને તેની સામેની કાળજી રાખવા પ્રત્યે જાગૃતતા ફેલાવવાના હેતુથી દર વર્ષે ૨૯ સપ્ટેમ્બરના રોજ વિશ્ર્વ હૃદય દિવસની ઉજવણી કરવામાં આવે છે. આપણા શરીરનું વજન પણ હૃદયની સ્વસ્થતા અને જોખમતા ઉપર અસર કરે છે ત્યારે તાજેતરમાં ધ નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ ન્યુટ્રીશને (એનઆઈએન) વજન અને ઉંચાઈના માપદંડમાં વધારો કર્યો છે. આમ હવે પુરુષ અને સ્ત્રીનું વજન ૫ કિલો વધી જશે. પુરુષોનું વજન ૬૫ કિલો તો સ્ત્રીઓનું વજન ૫૫ કિલો હોવુ એનઆઈએને જરૂરી ગણાવ્યું છે. જયારે હવે ઉંચાઈ પુરુષની ૫.૮ ફુટ તો સ્ત્રીની ૫.૩ ફુટ જરૂરી ગણાવી છે.

સારા સ્વાસ્થ્ય માટે તો વજન અને ઉંચાઈ જરૂરી પરીબળ જ છે પણ આ સાથે બાહ્ય સુંદર અને બેડોળ દેખાવવા માટે પણ તે જરૂરી છે. ધ નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ ન્યુટ્રીશને સ્ત્રી અને પુરુષ એમ બંનેના વજનના માપદંડમાં એક સરખો વધારો કર્યો છે. વર્ષ ૨૦૧૦માં પુરુષના વજનનું માપદંડ ૬૦ કિલો હતું જયારે સ્ત્રીના વજનનું માપદંડ ૫૦ કિલો હતું. ઉંચાઈની વાત કરીએ, તો અગાઉ વર્ષ ૨૦૧૦માં પુરુષની ઉંચાઈ ૫.૬ ફુટ (૧૭૧ સેમી) જયારે સ્ત્રી માટેની ઉંચાઈ ૫ ફુટ (૧૫૨ સેમી) હતી જે હવે વધારી એનઆઈએને ક્રમશ: ૫.૮ ફુટ (૧૭૭ સેમી) અને ૫.૩ ફુટ (૧૬૨ સેમી) નકકી કરી છે. એનઆઈએનનાં આ ધારાધોરણ મુજબ હવે પુરુષ અને સ્ત્રી માટે ક્રમશ: ૬૫ અને ૫૫ કિલો વજન જરૂરી છે તો શું આથી નીચેના વજન ધરાવતા લોકોને હવે કુપોષણ નીચેની વ્યાખ્યામાં ગણવામાં આવશે ? શું આનાથી ઓછી ઉંચાઈ ધરાવતા લોકોને પણ કુપોષિત ગણાશે ? અગાઉના સમયની આપણે વાત કરીએ તો પહેલા માણસના કદ અને કાઠી ખુબ જ વિશાળ હતા. સતેયુગમાં માનવીની સરેરાશ ઉંચાઈ ૩૧ ફુટ હતી જે આજના સમય કરતા ખુબ વિશાળ કહી શકાય. જયારે તે ઘટીને ત્રેતા યુગમાં ૨૧ ફુટ થઈ ત્યારબાદ ટ્રાપરયુગમાં ૧૧ ફુટ થઈ અને હાલ કળિયુગમાં માનવીની ઉંચાઈ ૫.૫ ફુટ થઈ ગઈ છે.

Screenshot 3 6

સારા સ્વાસ્થ્ય માટે પુરતુ વજન હોવુ ખુબ જ જરૂરી છે. માયકાંગલાપણુ ઘણી આડઅસર કરે છે તો વધારે પડતુ વજન પણ મેદસ્વીતા નામના રોગને આમંત્રે છે. આથી શરીરનું કદ પુરતા પ્રમાણમાં જળવાઈ રહે તે ખુબ જરૂરી છે. વધારે પડતુ વજન આપણા હૃદયનું જોખમ પણ અનેકગણુ વધારી દે છે. ચરબી વધતા હાર્ટ એટેક અને કોલેસ્ટ્રોલ જેવી બિમારીઓનો ભોગ બનવું પડે છે. એનઆઈએને યુવાવર્ગની વ્યાખ્યામાં પણ ફેરફાર કર્યા છે. આ માટેની વય ૧૯ થી ૩૯ વર્ષ સુધીની હતી જેમાં બદલાવ કરી ૨૦ થી ૩૯ વર્ષ કરી દેવામાં આવી છે. વૈજ્ઞાનિકોએ આ અંગે જણાવ્યું કે, અગાઉની કમિટીએ ૧૯૮૯માં બાળકોમાં પોષણનું પ્રમાણ અને તેમના વજન-ઉંચાઈના આધારે આ માપદંડો નકકી કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.