Abtak Media Google News

પુ‚ષ કાઝી દ્વારા મહિલાઓને અન્યાય થતો હોય જાતિગત સમાનતા માટે મહિલા કાઝીઓનું નવું કદમ

ટ્રીપલ તલાક માટે મુસ્લીમ સ્ત્રીઓની તરફેણમાં ચુકાદો આવ્યો છે. મુસ્લીમ મહિલા કાઝી દ્વારા ૧૩ સ્ત્રીઓને વિધિવત તાલીમ આપી જાતિગત સમાનતા માટે વધુ એક કદમ ભરવા પ્રેરવામાં આવી છે. આમ એક પછી એક પગલા ભરી મુસ્લીમ મહિલાઓ તેમના દાયરાની બહાર જઈ નવો રાહ ચીંધી રહી છે.

Advertisement

આ અંગે કાઝી જહાનઆરા જણાવે છે આ કશું જ ખોટુ નથી જયારે એક મુસ્લીમ સ્ત્રી તેમની પાસે આવી અને તેના પતિ દ્વારા ગુસ્સામાં ત્રણ વખત તલાક ઉચ્ચારી અને તરછોડી દીધી હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ જહાનઆરા દ્વારા બજાર ચાર-પાંચ મહિનાઓ જયપુર ખાતેના અન્ય મહિલા કાઝીઓને મળીને પોલીસમાં તેના પતિ વિરુધ્ધ ફરિયાદ નોંધાવ્યા બાદ આખરે મુસ્લીમ પતિ તેની પત્ની અને બાળક માટે ભરણ પોષણના ૧૭ લાખ ચુકવવા તૈયાર થયો ત્યારે જહાનઆરાને સંતોષ થયો હતો. તેમના માટે આ યોગ્ય ન્યાય છે. ૨૦૧૦માં લગ્ન બાદ તેના પતિ દ્વારા પ્રાપ્ત ચાર બાળકો પણ થયા હતા જેનું મો હજુ જોઈ શકી ન હતી કારણ કે તેના પતિએ તેણીને તગેડી મુકી હતી અને તેણી પરત પણ ફરી શકી ન હતી કારણ કે તલાક બાદ તે શકય બન્યુ ન હતું. આ હિંસાથી તેણીત કાત ગુમાવી ચુકી હતી. આજે જહાન આરા દ્વારા ૧૩ કાઝીઓને ભારતીય મુસ્લીમ મહિલા આંદોલન માટે કાયદાકીય તાલીમ આપવામાં આવી રહી છે. તેના મતે કુરાનના શરીયામાં પણ સ્ત્રીઓના અધિકાર માટે કાયદાઓ છે. એક વખતની સ્કુલમાં ટોચનો ક્રમ મેળવનાર કાઝી હવે કાઉન્સેલિંગ સેન્ટર અને જયપુરની શરીયા કોર્ટમાં તલાકના કેસો નિપટાવવામાં અાવી રહ્યાં છે. મુસ્લીમ મહિલાઓના અધિકાર માટે તે લડત માટે કામ કરી રહી છે જે હિંસા અને દુ:ખનો ભોગ બની તનાવનો સામનો કરી રહી હોય મુંબઈના હીના સિદ્દીકી નામના મહિલા કાઝી દ્વારા એક પતિને પુછપરછ કરવામાં આવી ત્યારે તમે હવે શા માટે તેણી દ્વારા પુત્રની માંગ કઈ રીતે કરી શકો જયારે તમારી પાસે આવેલ પત્ની તમે ઈચ્છી નથી રહ્યાં અને તલાક આપી ચુકયા છો ?

સ્ત્રી કાઝી વિશે ભારતમાં ઓછું સાંભળવા મળે છે જયારે ઈસ્લામીક કાયદામાં કોઈ પ્રતિબંધ મુકાયો નથી. મુસ્લિમ મહિલા અધિકારના કો-ફાઉન્ડર ઝાકીરા સોમને આમ જણાવ્યું હતું. વધુમાં તેણીએ જણાવ્યું હતું કે, સ્ત્રી કાઝીઓની સંખ્યા વધારી જાતિગત સમાનતા સ્થાપવા માગે છે. મુસ્લિમ પુ‚ષ કાઝીઓ દ્વારા સ્ત્રીઓને ઘણો અન્યાય થાય છે. જયારે તેમની જવાબદારી હોય છે કે તેમના દ્વારા ન્યાય અપાવવામાં આવે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.