મેટાએ સ્ટીકર મેકર ટૂલ બનાવવા કાર્ય આરંભી દીધું : ટૂંક સમયમાં મળશે નવું ફીચર

તાજેતરમાં સમાચાર મળ્યા છે કે, વોટ્સઅપ એનિમેટેડ ઇમોજી ફીચર પર કામ કરી રહ્યું છે. હવે એક રિપોર્ટ સૂચવે છે કે મેટા-માલિકીનું પ્લેટફોર્મ એપની અંદર સ્ટીકર્સ બનાવવાની સુવિધા પર કામ કરી રહ્યું છે.

બેટલઇન્ફો વેબસાઇટ કે જે વોટ્સઅપ બિલ્ડમાં થતા ફેરફારો પર નજર રાખે છે, તેણે જાણ કરી છે કે લોકપ્રિય મેસેજિંગ એપ્લિકેશન નવા સ્ટીકર મેકર ટૂલ પર કામ કરી રહી છે. નવી સુવિધા વપરાશકર્તાઓને તેમની છબીઓમાંથી ઝડપથી સ્ટીકરો બનાવવા માટે સક્ષમ બનાવશે.

બેટલઇન્ફોએ એક સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે જે સ્પષ્ટપણે દર્શાવે છે કે વોટ્સઅપ ચેટ શેર એક્શન શીટમાં “નવું સ્ટીકર” વિકલ્પ રજૂ કરવાની યોજના બનાવી રહ્યું છે. આ ફીચર યુઝર્સને સ્ટિકર્સ માટે કોઈપણ થર્ડ પાર્ટી એપ્લીકેશન ડાઉનલોડ કરવાથી રોકશે. ઇન-એપ સ્ટીકર મેકર ટૂલનો ઉપયોગ કરીને સ્ટીકરો બનાવવાની ક્ષમતા વિકાસ હેઠળ છે અને તે એપના ભાવિ અપડેટમાં રિલીઝ કરવાની યોજના છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.