Abtak Media Google News

બીજેપી અધ્યક્ષ અમિત શાહે શનિવારે કોલકાતામાં ભાજયુમોની રેલીને સંબોધી. તેમણે કહ્યું- બંગાળની જનતા સુધી આ રેલી ન પહોંચે તે માટે તૃણમૂલ સરકારે પોસ્ટર્સ લગાવ્યા કે બીજેપી બંગાળ વિરોધી છે. હું જણાવી દઉં કે બીજેપી બંગાળ વિરોધી નથી, મમતા વિરોધી જરૂર છે. શાહે કહ્યું કે, તૃણમૂલ સરકારને ઉખાડી ફેંકવા માટે બીજેપી બંગાળના ખૂણેખૂણા સુધી જશે. એનઆરસી રજિસ્ટર પર શાહે કહ્યું, રાહુલ ગાંધી અને મમતા બેનર્જી જેટલો ઇચ્છે તેટલો વિરોધ કરી લે, નેશનલ રજિસ્ટર તેમના રોકવાથી રોકાશે નહીં.

અમિત શાહે કહ્યું કે, ‘2005માં ઘૂસણખોરીનો વિરોધ કરતા હતા મમતા. દેશની સુરક્ષા પર સંકટ છે બાંગ્લાદેશી ઘૂસણખોરો.NRCનો અર્થ થાય ઘૂસણખોરોને ભગાડવા. મમતાના રોકવાથી NRC નહીં રોકાય.અમારા માટે વોટ બેન્ક પછી અને દેશ પહેલા આવે છે.

તમારે જેટલો વિરોધ કરવો હોય તેટલો કરી લો પરંતુ અમે એનઆરસીની પ્રોસેસ અટકાવીશું નહીં.તમામ બંગાળી ચેનલોના સિગનલ્સ ડાઉન કરવામાં આવ્યા છે જેથી લોકો અમને જોઇ ન શકે. પરંતુ તમે અમારો અવાજ દબાવવાની કોશિશ કરશો તોપણ અમે બંગાળના તમામ જિલ્લાઓમાં જઇશું ટીએમસીને હટાવીશું.પહેલા બંગાળમાં અમને રવીન્દ્ર સંગીત સાંભળવા મળતું હતું પરંતુ હવે ફક્ટ બોમ્બ વિસ્ફોટના અવાજો જ સંભળાય છે.’

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.