Abtak Media Google News

સરહદ પર પાકિસ્તાનની કોઈપણ દુષ્ટ હરકતોનો આકરો જવાબ આપવા સૈન્ય તૈયાર: રાજનાથસિંહ

ભારતના સૌથી નિકટવતી પાડોશી પણ ભારતના પ્રથમ નંબરના દુશ્મન બની ગયેલા પાકિસ્તાનને આતંકી પ્રવૃત્તિઓએ માથા સુધી ડુબાડી દીધું છે. ભારત સાથે પ્રોકસીલડાઈ અને આતંકવાદ મુદે સતત પીછેહઠ કરીને બરબાદ થઈ ગયેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાનને ભારતના સંરક્ષણમંત્રી રાજનાથસિંહે એક સારા પાડોશીના નાતે દિલફેંક ઓફર કરી છે. જો પાકિસ્તાન તેની ભૂમિ પરથી આતંકવાદ નાબુદ કરવા માંગતુ હોય તો ભારત સૈન્યની મદદ કરવા પણ તૈયાર હોવાની સિંહે ઓફર કરી છે.

હરિયાણાના કરનાલ ખાતે એક સભાને સંબોધતા રાજનાથસિંહે જણાવ્યું હતુ કે પાકિસ્તાનને જ‚ર હોય તો આતંકવાદીઓ સાથેની લડાઈમાં ભારત તેના સૈન્ય મોકલવા પણ તૈયાર છે. સિંહે વધુમાં જણાવ્યું હતુકે મારે ઈમરાનખાનને કહેવું છે કે જો તેઓ આતંકવાદની સમસ્યાસામે લડવા ખરેખર ગંભીર હોય તો અમે મદદ માટે તૈયાર છીએ જો તમે ઈચ્છો તો તમારી મદદ માટે અમે ત્યાં અમા‚ સૈન્ય મોકલવા પણ તૈયાર છીએ સાથે સાથે કાશ્મીર મુદે પણ ઈમરાનને પોતાની રણનીતિ સ્પષ્ટ કરવા જણાવ્યું હતુ.

મેં સાંભળ્યું છે કે પાક વડાપ્રધાન ઈમરાનખાન કાશ્મીર મુદે સ્વતંત્રતા સુધી અમે લડતા રહીશું એવું નિવેદન કરે છે. અને કામીરનો મુદો આંતરરાષ્ટ્રીય સ્તરે ઉઠાવવાના પ્રયાસો કરે છે. પરંતુ હું કહું છું કે કાશ્મીર મુદો હવે ભૂલી જાવ તેના વિશે કંઈ વિચારતા પણ નહિ આમુદો અમારો પોતાનો છે. અમને કોઈ દબાણ ન કરી શકે. તેમ રાજનાથસિંહે પોતાનો તોપમારો પાકિસ્તાન પર જારી રાખતા જણાવ્યું હતુ કે અમે ૧૯૪૨માં વિભાજનની નીતિથી બે રાષ્ટ્રોનું વિભાજન કર્યું પરંતુ ૧૯૭૧માં તમારા જ દેશના બે ફાડીયા થઈ ગયા અને જો આ પરિસ્થિતિ ચાલુ રહી તો પાકિસ્તાનને ભાંગીને ભૂકકો થતા કોઈ બચાવી નહિ શકે.

રાજનાથસિંહે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું હતુ કે ભારત કોઈપણ પરિસ્થિતિમાં જડબાતોડ જવાબ આપવા સક્ષમ છે. પાકિસ્તાન કોઈ પણ અણધટતી હરકત કરશે તો તેને જડબાતોડ જવાબ આપવામાં આવશે રાજનાથસિંહના આ આક્રમક તેવરના વિશ્ર્વ મંચ પર ભારે નોંધ લેવાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.