Abtak Media Google News

ઓખા રેલવે સ્ટેશનની મુલાકાતે આવેલ વેસ્ટન રેલવે જનરલ મેનેજર અનીલકુમાર ગુપ્તા સાથે રાજકોટ ડીવીઝનના ડી.આર.એમ. નીનાવે સ્પેશ્યલ ટ્રેનથી ઓખા રેલવે સ્ટેશને સવારે આવી પહોચ્યા હતા.

Advertisement

અહી તેમને યુવા કથાકાર ગૌરગભાઈ જોષી તથા ઓખાના વેપારી અગ્રણીઓ ઈશ્ર્વરલાલ ગોકાણી, રમેશભાઈ મજીઠીયા, દિપકભાઈ રવાણી, ઈસુભાઈ પંચમતીયા વિશાલભાઈ પીઠીયા, એ દ્વારકાધીશજીનાં મુમેન્ટો સાથે દ્વારકાની માહિતી પુસ્તીકા અર્પણ કરી શુભેચ્છા સ્વાગત કર્યું હતુ. અને સૌરાષ્ટ્ર મેઈલમાં જનરલ કોચ વધારવા તથા આ મેઈલ છેલ્લા એક વર્ષથી બીજા પ્લેટફોર્મ પર રાખવામાં આવે છે. તેને પ્લેટ ફોર્મ એક પર રાખવા લેખીત રજૂઆત કરી હતી. ત્યારે જનરલ મેનેજરે આ અંગે તુરત ઘટતુ કરવા અધિકારીઓને સૂચન કર્યા હતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.