Abtak Media Google News

ભારત આજે પોતાની સ્વાતંત્રતાની 72મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે. સર્ચ એન્જિન ગૂગલે પણ ડૂડલ બનાવીને ભારતની આઝાદીને સમર્પિત કર્યું છે. ગૂગલ ડૂડલમાં ભારતનો રાષ્ટ્રીય ધ્વજ તિરંગો દેખાશે, તેની સાથે જ આ તસવીરમાં રાષ્ટ્રીય પક્ષી મોર અને વાઘ, હાથ પણ જોવા મળી રહ્યા છે. ગૂગલ ડૂડલની નીચે એક લિંક See the lost India’s Independence પણ આપી છે, જેની પર ક્લિક કરતાં artsandculture.google.com પર પહોંચાય છે.

Google Doodle
Google Doodle

આ સાઇટ પર જાણીતા ફોટોગ્રાફર કુલવંત રાય દ્વારા ખેંચવામાં આવેલી કેટલીક ખાસ, દેશની આઝાદીથી જોડાયેલી દેશના મહાપુરુષોની કેટલીક ઐતિહાસિક તસવીરો સામે આવી જાય છે.આ તસવીરોમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુ, અબુલ કલામ આઝાદ વગેરે જોવા મળે છે. આ ઐતિહાસિક તસવીરો દેશની આઝાદીની લડતો કાળમાં લઈ જાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.