Abtak Media Google News

હાલ સમગ્ર દેશ કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યો છે. દેશમાં વિવિધ પ્રકારના પ્રદુષણો ફેલાતા હોય છે. જેમાં પ્રાકૃતિક શક્તિનું મહત્વ ઘણું જોવા મળે છે. જેમકે શહેરમાં અવર જવર કરવા માટે અત્યારે દરેક નાગરીક પોતાના વાહનનો ઉપયોગ કરે છે. વાહન દ્વારા હવાનું પ્રદુષણ ફેલાય છે. આપણે સૌ જાણીએ છીએ કે હવાના પ્રદુષણને રોકવા માટે પર્યાવરણની જાળવણી કરવી જરૂરી બને છે.

આજે તા. ૦૫ જુન વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવવામાં આવે છે, જેનો મુખ્ય ઉદેશ્ય લોકોમાં પર્યાવરણ અંગે જાગૃતતા લાવવાનો છે. આજે દરેક વ્યક્તિ એક વૃક્ષનું વાવેતર કરે અને તેનું જતન કરે તો હવાના પ્રદુષણને અટકાવી શકાય છે. આ કાર્યને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફથી બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. સરકાર દ્વારા વિશ્વ પર્યાવરણની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણી અનુસંધાને આજે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કુવાડવા રોડ, એન્ટ્રી પોઈન્ટ પાસે મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે વૃક્ષારોપણ કર્યું હતું, આ પ્રસંગે તેમની સાથે જ નાયબ કમિશનર એ.કે.સિંઘ, પાર્ક એન્ડ ગાર્ડન શાખાના ડાયરેક્ટર ડો. કે.ડી. હાપલીયા વગેરે પણ વૃક્ષારોપણ કર્યું હતું. આ તકે  અન્ય અધિકારીઓ કર્મચારીઓ પણ જોડાયા હતા.

કુવાડવા રોડ એન્ટ્રી પોઈન્ટ પાસે અલગ અલગ પ્રકારના વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું, જેમાં ગુલમહોર અને પેલ્ટોફોરમ જેવા છોડનો સમાવેશ થાય છે. મ્યુનિ. કમિશનરે પોતે વૃક્ષોને વાવીને એક સંદેશ પ્રસાર કાર્યો હતો કે દરેક વ્યક્તિ એક વૃક્ષ વાવે અને તેનું જતન કરે. આવનારા સમયમાં પ્રદુષણને રોકવા માટે અને રાજકોટ શહેરને ગ્રીન શહેર બનાવવા માટે દરેક વ્યક્તિ પોતાની ફરજ સમજીને એક વૃક્ષ વાવે તેવી અપીલ પણ મ્યુનિ. કમિશનરે શહેરીજનોને કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.