Abtak Media Google News

જામનગર શહેરના વોર્ડ ન.૧૨ કાલાવડ નાકા બહાર આવેલ નગરસીમ વિસ્તારની ગરીબ નવાઝ-૧, ગરીબ-નવાઝ-૨, સનસીટી-૧, સનસીટી-ર, સિદ્ધનાથ, બાલનાથ, ગુરુદત, બુરહાની, ગોલ્ડન, અમન ચમન, મહારાજા, રંગમતી, મકવાણા, એવરેસ્ટ, સિલ્વર, ગ્રીન, નેશનલ, ગેલેક્સી, રબ્બાની, સેટેલાઈટ, રાજ, તરમામદ તેમજ અલ્સફા સોસાયટીમાં હાલ છેલ્લા ૧ માસથી દરરોજ દિવસમાં ૧૨ થી ૧૫ વખત લાઈટ જાય છે તે કારણે વીજ ઓચિંતી અવર-જવર ના લીધે લોકોના કીમતી ઉપકરણો જેવા કે એ.સી., રેફીજરેટર, ટેલીવિઝન, પંખા, વોશિંગમશીન, જેવા ઘરવપરાશ ના સાધનોને ભારે નુકશાન થાય છે.

Screenshot 9

રહેવાસીઓ દ્વારા આ મામલે PGVCL કચેરીમાં વારંવાર ફરિયાદો કરેલ હોય તેમ છતા PGVCL દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી PGVCL કંટ્રોલના લેન્ડલાઇનમાં ફોન કરતા કર્મચારીઓ દ્વારા રીસીવર નીચે રાખી દેવામા આવે છે તેવા સ્થાનિકો દ્વારા કરાયા આક્ષેપો

P.G.V.C.L દ્વારા આ વિસ્તારોમાં નિયમિત વીજ ચેકિંગ કરવામાં આવે છે. લોકો દ્વારા વીજબીલ પણ સમયસર ચુકવવામાં આવે છે. પરંતુ લોકોને વીજળીની સુવિધા પૂરી પાડવામાં આવતી નથી. આશરે ૧૮ દિવસ પહેલા મકવાણા સોસાયટીમાં રહેતા યુવાન સરફરાઝ હનીફભાઈ સોરઠીયા નામના વ્યક્તિને PGVCLની ટીમની બીકથી વીજ શોક લાગતા મુત્યુ નીપજેલ હતું તેવા પણ આક્ષેપો કરાયા છે.
Screenshot 7

નગરસીમ વિસ્તારમાં ગરીબ અને પછાત વિસ્તારના લોકો રહેતા હોય અને વારંવાર લાઈટ જવાથી અને વોલ્ટેજ વધઘટ થવાથી જે નુકશાન થાય છે તે બાબતે નાના માણસોને ખુબજ આર્થિક નુકશાન થાય છે. માટે તાત્કાલિક ધોરણે વારંવાર જે લાઈટ જાય છે તે પ્રશ્નનો કાયમી ધોરણે નિકાલ કરી જે સોસાયટીઓમાં T.C. ની જરૂરિયાત હોય ત્યાં તાત્કાલિક ધોરણે T.C. નાખવામાં આવે તેવી કરાઈ માંગ.

Screenshot 4

આ બાબતે તાત્કાલિક ધોરણે નક્કર કાર્યવાહી કરવામાં નહિ આવે તો નાછૂટકે નગરસીમ વિસ્તારની જનતાને સાથે રાખી ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.