Abtak Media Google News

હજુ તો બાબાને પોતાનું શિક્ષણ બોર્ડ અને ખાદી ઉદ્યોગ પણ ચલાવવું હતું

પહેલા યોગ અને ફીટનેસ બાદ આયુર્વેદનો પર્યાય પતંજલી ઉદ્યોગને ટોચે પહોચાડી બાબા રામદેવ નેશનલ તો ઠીક મલ્ટી નેશનલ કંપનીઓને પણ ધ્રુજાવી રહ્યા છે. જોકે પોતાની કંપનીનું બ્રોન્ડીંગ બાબા ખૂદ કરે છે. અને બાબા ટી.વી. ચેનલ પણ ધરાવે છે. ત્યારે બાબાને હવે ત્રણ ટી.વી. ચેનલોની મંજુરી મળી છે. હવે વેદિક બ્રોડકાસ્ટીંગ લીમીટેડને લીલીઝંડી મળતા બાબા તમિલ, તેલગુ અને કન્નડમા આધ્યાત્મિક જ્ઞાન આપશે

બાબાના ખાસ અને પતંજલીના બેટર હાફ યોગાગુ‚ આચાર્ય બાલકૃષ્ણ વીબીઅલેનું સંચાલન કરશે. આમ ચેનલ સાઉથ ઈન્ડીયામાં પ્રસારીત કરવામાં આવશે. જોકે ધાર્મિક અને લોકપ્રિય ચેનલ આસ્થાનું સંચાલન પણ વબીએસ દ્વારા જ કરવામાં આવે છે. બાબાની પતંજલીની શ‚આતથી જ આયુર્વેદની પરિભાષા બદલવા સુધીની સફરથી બાબાની કંપની આજે ભારતની ટોચની કંપનીઓમાં સ્થાનધરાવે છે.

પંતજલી પ્રોડકટના એડવાઈઝર, આસ્થા ચેનલના હેડ વકતા નીજારાવાલા જણાવે છે કે આ પૂર્વ પણ અમે ચેનલની મંજૂરી માટેની અપીલ કરી હતી. પરંતુ અમને આનંદ છે કે હવે અમને સફળતા મળી છે. હવે માત્ર સેટેલાઈટની મંજૂરી જ બાકી છે.જે અમુક દિવસોમાં મળી જશે. વધુમાં તેમણે જણાવ્યું હતુ કે મલ્યાલયમ ચેનલનું લોન્ચીંગ જુલાઈમાં થશે. કંપનીએ યોગ લેસન, આયુર્વેદ, અને આધ્યાત્મિક જ્ઞાનનું ૪૦૦ કલાક જેટલા ડેટાની તૈયારી કરી રાખી છે.જોકે આ થઈ ચેનલની વાત બાબાને તો પોતાનું જ શિક્ષણ બોર્ડ અને ખાદીની દુકાનો ખોલવી હતી જે આમ ઉદ્યોગપતીની કલ્પનાની પણ બહાર છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.