Abtak Media Google News

અન્ય એક શખ્સ નાસી છુટ્યો : કુલ રૂ. ૮૨૨૦૦ નો મુદામાલ કબજે કર્યો

ચોટીલા તાલુકા ના લોમાકોટડી ગામ ની સીમ માં થી બામણબોર પોલીસે સેન્ટ્રો કાર માં થી વિદેશી શરાબ ની કુલ ૮૦ બોટલો કબજે કરી હતી. જ્યારે આ બનાવ માં રાજકોટ ના એક શખ્સ ને પોલીસે ઝડપી લીધો હતો.અને એક શખ્સ નાસી છુટ્યો હતો.પોલીસે શરાબ કાર સહિત કુલ રૂ. ૮૨૨૦૦ નો મુદામાલ કબજે કર્યો હતો.

આ અંગે ની વિગત એવી છે કે ચોટીલા તાલુકા ના બામણબોર ના પીએસઆઇ સી.પી.રાઠોડ ,  માલાભાઇ તથા સ્ટાફે શરાબ ની બાતમી ના આધારે ચોટીલા તાલુકા ના લોમા કોટડી ની સીમ માં વોચ શરૂ કરી હતી. ત્યારે સીમ માં એક કાર ની તલાશી લીધી હતી. આ સેન્ટ્રો કાર માં થી વિદેશી દારૂ ની ૮૦ બોટલો સાથે રાજકોટ ના રોહીદાસ પરા માં રહેતો ગૌતમ ઉર્ફે કાળો હીરાભાઇ સારેસા ને ઝડપી લઇ કાર દારૂ સાથે કુલ રૂ.૮૨૨૦૦ નો મુદામાલ જપ્ત કર્યો હતો.આ માલ રાજકોટ પહોંચાડાઇ રહ્યો હતો. જ્યારે પોલીસ છાપા દરમ્યાન મુળ ચોટીલા તાલુકા ના ગુંદા ગામ નો અને હાલ રાજકોટ માંડા ડુંગર વિસ્તાર માં રહેતો ભાવેશ દેહાભાઇ ડાભી નાસી છુટ્યો હતો. પોલીસે આ અંગે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.