પ000 થી વધુ કાર ચોરી કરનાર હિસ્ટ્રીસિટરની પત્ની હોવાનું ખુલતા યુવાન પોલીસના સહારે

પોરબંદરના યુવાન સાથે છેતરિપડીથી લગ્ન કરનાર યુવતી આસામમાં પ000 જેટલી કાર ચોરનાર શખ્સની પત્ની હોવાનું સામે આવ્યું હતું, જે બનાવમાં યુવાને આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવવા જતા પોલીસે ફરિયાદ લીધી ન હતી આથી યુવાને એસ.પી. ને આ અંગે લેખિત રજૂઆત કરી છે.

પોરબંદરની શાક માર્કેટમાં શાકભાજીનો વ્યવસાય કરતા વિમલ તુલસીદાસ કારિયાએ એસ.પી. ને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું હતું કે  શાદી ડોટ કોમ પર આસામની રીટા દાસ નામની યુવતીએ પોતે ડિવોર્સી હોવાનું જણાવી વિમલ સાથે પરિચય કેળવી લગ્ન કર્યા હતા. પરંતુ છ માસના લગ્ન જીવન પછી તેની માતાએ આસામ તેડાવી લીધી હતી. ત્યારબાદ તે સૌથી મોટા કાર ચોર અનીલ શર્માની પત્ની હોવાનું સામે આવ્યું હતું અને પત્ની રીટાએ તેનો નંબર પણ બ્લોક કર્યો હતો. આથી તેની સામે ફરિયાદ અરળ કરતા પોલીસે તેની અરળ કીતિ મંદિર પોલીસ સ્ટેશન ખાતે  ટ્રાન્સફર કરી હતી. જે અનુસંધાને તારીખ 13 ના રોજ સાંજે બંદર રોડ, પોલીસ ચોકી અધિકારીએ તેને નિવેદન માટે બોલાવ્યો હતો.

પરંતુ પોતે ફરિયાદ કરી છે તે અનુસંધાને નિવેદન આપવા માંગતા પોલીસે આનાકાની કરી હતી અને ફરિયાદ મુજબ નિવેદન નહી થાય તેવું સ્પષ્ટ જણાવ્યું હતું. પત્ની રીટા ચૌહાણ ઇન્ટરનેશનલ કાર ચોર અનીલ ચૌહાણની પત્ની છે  અને પાંચ હજાર કાર ચોરવા ઉપરાંત અનેક નિર્દોષ નાગરિકો,  ટેક્સી ડ્રાઇવરો તેમજ કાર માલિકોની હત્યા જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલી છે અને પોતે પરણીત હતી અને તેના વિરુદ્ઘ આસામની કોર્ટ દ્વારા બિન જામીન પાત્ર્ા વોરંટ  પણ ઇશ્યુ થયું હોવાથી પોલીસની ધરપકડથી બચવા વિમલ સાથે છેતરિપડી વિશ્વાસઘાત કરી લગ્નનું નાટક કયુઁ હતું. આથી તેની સામે ગુનો દાખલ ન થાય તો તેને ફરીવાર ગુનો કરવા મોકળુ મેદાન મળી રહેશે અને પ્રોત્સાહન મળશે આથી તેની સામે એફ.આઈ.આર. નોંધવા રજૂઆતમાં જણાવ્યું છે.

આસામની મહિલાએ તેની ળંદગી બરબાદ કરી અને ખોટા ખર્ચાના ખાડામાં ઉતારી અને લગ્નનું ખોટું તુત ઉભુ કરીને, ફ્રોડ કરીને જમીનના કેશ બાબતે મુર્ખ બનાવી આસામ નાશી ગયા છે. પરંતુ મને ન્યાય આપવાને બદલે સત્ય અને અહિસાના પૂજારી મહાત્મા ગાંધીની જન્મ ભૂમિમાં સત્યને ડામવાનો હિન પ્રયાસ થયો છે. આથી વિમલે કરેલ ફરિયાદ પ્રમાણે તપાસનીસ અધિકારી તેનું  નિવેદન નોધે અને પોલીસની કામગીરીમાં વિશ્વાસનું વાતાવરણ ઊભું થાય અને પોલીસ પ્રજાની મીત્ર્ા છે એવુ સાબીત થાય  અને જાહેર જનતા તેમજ ફરિયાદીને મદદરૂપ થાય તેવી તટસ્થ કામગીરી કરવા માટે યોગ્ય માર્ગદર્શન  આપવા પણ એસ.પી. ને રજૂઆતમાં જણાવ્યું છેે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.