Abtak Media Google News

દોઢ દાયકાથી પ્રિ-પ્રાઈમરીથી માંડીને માસ્ટર ડીગ્રી સુધીનું ઈગ્લીશ મીડીયમમાં શિક્ષણ આપતા ઓસવાલ ટ્રસ્ટ દ્વારા નેચરોપેથી અને યોગને ફરીથી લોકપ્રિય બનાવવા નવતર આયોજન

જામનગર જિલ્લામાં છેલ્લા ૩૫ વર્ષથી શિક્ષણ ક્ષેત્રે કાર્યરત સંસ્થા ઓસવાલ એજયુકેશન ટ્રસ્ટ દ્વારા પ્રિ-પ્રાઈમરીથી લઈને માસ્ટર ડીગ્રી સુધીનાં કોર્ષો ચલાવવામાં આવે છે. અનેક પ્રોફેશનલ કોર્ષ પણ ચલાવતા ટ્રસ્ટ દ્વારા કોચીંગ કલાસીસ ઉપરાંત વિદ્યાર્થી ભાઈ બહેનો માટે હોસ્ટેલ પણ ચલાવવામાં આવે છે. ટ્રસ્ટે પોતાના શિક્ષણના કાર્યક્ષેત્રને વિસ્તારીને તાજેતરમાં નેચર કયોર અને યોગ ટીસર્ચ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ટ્રસ્ટ દ્વારા આવી અનોખી શિક્ષણ અને સમાજ સેવાના માધ્યમથી ટ્રસ્ટના ઉદેશ્ય ‘જ્ઞાનમ ચ્ કર્મમ ચ્’ને ચારિતાર્થ કરવામાં આવી રહી છે.

વર્ષ ૧૯૮૬માં કાર્યરત થયેલા ઓસવાલ એજયુકેશન ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં જામનગર જિલ્લાનાં લાખાબાવળ ગામે લીલાવંતી નેચર કયોર અને યોગ રીસર્ચ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કુદરત જ માનવ શરીરમાં વિવિધ રોગો આપે છે તે જ કુદરત મોટામાં મોટી સારવાર કરનારું‚ છે. તેવા ઉદેશ્યથી અહી નેચરોપેથીથીક વિવિધ રોગોની કુદરતી ઉપચારો દ્વારા સારવાર કરવામાં આવી રહી છે. નેચરોપેથીના પાયાના નિયમ મુજબ ખોરાક દવા છે તેવા ધ્યેય સાથે અહી દર્દીઓને સારવાર આપવામા આવે છે.

હાલમાં વધતા જતા ફાસ્ટફૂડ અને જંકફુડ ખાવાના ક્રેઝના કારણે લોકો અનેક અવનવા રોગોથી પીડાઈ રહ્યા છે. જેથી, ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી રમણીકભાઈ શાહ અને ચેરમેન કાંતીભાઈ હરીયાને નેચરોપેથી કયોર અને યોગ ટીચર્સ સેન્ટર શરૂ કરવાનો વિચાર આવ્યો હતો જેની જામનગર શહેરથી ૧૨ કીમી દૂર લાખાબાવળ ગામના કુદરતી અને શાંતિપૂર્ણ વાતાવરણને ધ્યાનમાં ૧૩ એકર જમીનમાં ૮૦ બેડની સુવિધાવાળા આ કયોર સેન્ટરનો દરેક વર્ગનાં લોકોને આર્થિકપોસાઈ તે રીજે સારવાર લઈ શકે તે માટે ડોરમેટરી રૂમ, સ્યુટ રૂમ અને ડીલકસ રૂમની સુવિધા ઉભી કરીને નેચરોપેથી અને યોગનાં નિષ્ણાંત લોકો દ્વારા તેનું મેનેજમેન્ટ કરવામાં આવી રહ્યું છે.

Oswal-Education-Of-Jamnagar-Launch-Of-Nature-Cure-And-Yoga-Research-Center-Organized-By-Trust
oswal-education-of-jamnagar-launch-of-nature-cure-and-yoga-research-center-organized-by-trust

‘બહુજન સુખાય બહુજન હિતાય’ના ધ્યેય સાથે પ્રારંભ થયેલા આ સેન્ટરમાં કુદરતી વાતાવરણ જળવાઈ રહે તે રીતે આધુનિક સારવારવાળુ બિલ્હીંગ બનાવવામાં આવ્યું છે. ચોતરફ વૃક્ષોથી છવાયેલા વાતાવરણ અને લીલાછમ લોનવાળા આ સેન્ટરમાં મનો શાંતિ અને માનસિક સારવાર માટેની તમામ પ્રકારની સારવારો ઉપલબ્ધ છે. અહી યોગ રૂમની સાથે મગજ અને શરીરનો થાક ઉતારી દેતા સ્ટુડીયો છે. ઉપરાંત, અહી મેડીટેશન પિરામીડ બનાવવામાં આવ્યું છે. જે દ્વારા કોસ્મીક એનર્જીના માધ્યમથી હિલીંગ પ્રક્રિયા કરવામાં આવેલ છે. અહી સુંદર સ્વીમીંગ પુલ દ્વારા દિવસભર સારવારના થાકને ઉતારવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

અહીં સ્ત્રી અને પુરુષ દર્દીઓ માટે અલગ અલગ મલ્ટી થેરાપી સેકશન આવેલા છે. જેમાં હાઈડ્રોથેરાપીમાં ઠંડા પાણી દ્વારા પેટના ઠંડા સંકોચનના રોગની સારવાર કરવામાં આવે છે. જયારે ગરમ પાણી દ્વારા છાતી, પેટ, ગળા, ઘુંટણ, વગેરે રોગોની સારવાર કરવામાં આવે છે. ઠંડા અને ગરમ પાણી દ્વારા માથા, કીડની, ગેસ્ટ્રો, ફેફસા વગેરેની સારવાર કરવામાં આવે છે. હીપ બાથમાં ઠંડા, કુદરતી, ગરમ પાણી દ્વારા સારવાર આપવામાં આવે છે. સ્પીનલ બાથ અને સ્પીનલ સ્પ્રેમાં ઠંડા, કુદરતી અને ગરમ પાણીથી, ફૂટ અને આર્મ બાથમાં ઠંડા, ગરમ પાણીથી સારવાર કરવામાં આવે છે. ઉપરાંત સ્ટીમ ઈન્હેલેશન, સ્ટીમ બાથ, સૌના બાથ, સ્પોન્જ બાથ દ્વારા વિવિધ રોગોની સારવાર કરવામાં આવે છે.

ઠંડા, ગરમ અને મધ્યમ પાણી દ્વારા સરકયુલરા જેટ સ્પ્રે મસાજ, એકફયુઝનબાથ્સ અને કોબ્ર શાવરની સુવિધા ઉપલબ્ધ છે તેવી જ રીતે ઈર્મશન બાથમાં પણ ઠંડા ગરમ, મધ્યમ પાણી દ્વારા બાથ, અસ્થમાબાપ, વ્હીલપુલ બાથ દ્વારા સાવરાર કરાય છે. ડિલકસ હાઈડ્રો બાથ થેરાપીમાં હાઈપ્રેશર વોટર જેટ દ્વારા ત્વચાનું મસાજ કરીને રકત પરિભ્રમણને ઝડપી બનાવવામાં આવે છે. સ્યિમ બાથ થેરાપી દ્વારા શરીરમાંથી પરસેવા દ્વારા ઝેર દૂર કરવામાં આવે છે. સ્પાઈન જેટ બાથ થેરાપીમાં ઠંડા, ગરમ અને મધ્યમ પાણી દ્વારા માનસિક રોગો પીઠમાં દુ:ખાવો, કરોડ રજજુની પીડાતે દૂર કરવામાં આવે છે. આર્મ અને ફુટ બાથ થેરેપી દ્વારા પગ અને હાથમાં થતી પીડા અને બળતરાને દૂર કરવામાં આવે છે. કુર્મી થેરાપીમાં ઠંડા અને ગરમ પાણીના જેટસ દ્વારા મસાજ કરીને ચિકિત્સા તણાવમાં ઘટાડો શારીરીક ઈજાઓમાં શરીરને આરામ આપવામાં આવે છે.

Oswal-Education-Of-Jamnagar-Launch-Of-Nature-Cure-And-Yoga-Research-Center-Organized-By-Trust
oswal-education-of-jamnagar-launch-of-nature-cure-and-yoga-research-center-organized-by-trust

સૌના બાથ થેરાપીમાં પરસેવા દ્વારા શરીરમાં રહેલા ઝેરી તત્વો બહાર કાઢીને કાયાકલ્પ કરવામાં આવે છે. સ્ટીમ બાથ દ્વારા દર્દીના લોહીના પરિભ્રમણને વધારવાની સાથે સ્નાયુ તણાવને ઓછો કરવામાં આવે છે. રિકલાઈનર સ્ટીમ થેરાપી ઉપરાંત કોલન હાઈડ્રોથેરાપી અહી ઉપલબ્ધ છે. કોલન હાઈડ્રોથેરાપી દ્વારા મોટા આંતરડાને સાફ કરવામાં આવે છે. મડ થેરાપીમા માટીના પાંચ કુદરતી તત્વો દ્વારા શરીરને ઠંડક આપીને ઝષરી પદાર્થોને શોષી લેવામાં આવે છે. ચામડી અને ઘાવના રોગોમાં મડ થેરાપી શ્રેષ્ઠ સારવાર છે. એવીજ રીતે એરોમાથેરાપીમાં વિવિધ વનસ્પતિ અને તેલની સુગંધ દ્વારા ડીપ્રેશન, અનિદ્રા, કબજિયાત, અપચા વગેરે રોગોને દૂર કરવામાં આવે છે.

અહી એકયુપંકચર, એકયુપ્રેશર, મેગ્નેટ થેરાપી, મસાજ થેરાપી, વાઈબ્રો સારવાર પણ ઉપલબ્ધ છે. તેમાં પણ આયુર્વેદમાં અતિ મહત્વની ગણાતી પંચકર્મ ઉપચાર ચિકિત્સા પણ અહી કરવામાં આવે છે. જેમાં વામન, વીરચન, બસ્તી, નસ્ય, રામમોક્ષન જેવા ઉપચાર દ્વારા શરીરનું શુધ્ધિકરણ કરીને શરીર મન અને લાગણીને સંતુલિત કરવા માટે નિષ્ણાંતોના હસ્તે આ સારવાર ઉપલબ્ધ છે. ઉપરાંત, શિરોધારા, સુમેક, જીમ્નેશિયમ, ર્વ્હલપુલ, ન્યુરોથેરાપી કીડની પેક, કટીબસ્તી, જાનુ બસ્તી, શિરો બસ્તી વગેરે જેવી નેચરોપેથીની સારવાર ઉપલબ્ધ છે. અહી યોગ ધ્યાન અને પ્રાણાયામના વિવિધ આસનો દ્વારા દર્દીઓને રોગોમુકત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે.

અહી નિષ્ણાંત ડોકટરો, યોગમાસ્ટરોની ડાયેટીશીયનો દ્વારા વિવિધ પેકો મારફતે વિવિધ રોગોની સારવાર કરવામાં આવે છે. જેમાં વિક એન્ડના વેલનેસ પેકેજ, ત્રણ દિવસના રીજુવાઈન પેકેજ, સાત દિવસના ડીટોસીફીકેશન પેકેજ ૧૫ દિવસના વેઈટ મેનેજમેન્ટ પેકેજનો સમાવેશ થાય છે.

આમ અહી તમામ પ્રકારના સાધનોથી સજજ થેરાપી રૂમમાં તમામ પ્રકારના રોગોની સારવાર કરવામાં આવે છે. સાંજે ગેટ ટુ ગેધર માટે સુંદર મજાનું ધ્યાન આકર્ષક વાતાવરણ, માર્ગદર્શક ચર્ચા તથા મનોરંજન મળી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. માત્ર એટલુ જ નહી અહી લાયબ્રેરી ગેમ ઝોન અને મુવી એરીયા પણ બનાવવામાં આવ્યો છે.

જેથી અહી સારવાર માટે આવતા દર્દીઓ નવરાશની પળોમાં આનંદ પ્રમોદ કરી શકે અહી બનાવવામાં આવેલ મોર્ડન મોડયુલર રસોડામાં હાઈજેનિક સ્ટાંડર્ડ વાળી ટ્રેનીંગ પામેલા સ્ટાફજ દ્વારા રસોઈ બનાવવામાં આવે છે. દર્દીઓને તેમના રોગની સારવાર આ ડોકટરો અને ડાયેટીશયનો દ્વારા સુચવેલી રસોઈ બનાવી આપવામાં આવે છે. આ રસોઈ અને ડાઈનીંગ હોલ વિશાળ વિસ્તાર અને તમામ બિલ્ડીંગોની મધ્યમાં બનાવવામાં આવ્યું છે. જેથી દર્દીઓને આવવા જવામાં વધારે મુશ્કેલી ન પડે.

આ સેન્ટરનું સંચાલન ઓસવાલ એજયુકેશન ટ્રસ્ટના ચેરમેન કાંતીલાલ હરીયાની આગેવાનીમાં મેનેજીંગ ટ્રસ્ટી રમરિકલાલ શાહ, સેક્રેટરી ચંદુલાલ શાહ, ટ્રસ્ટીઓ જયંતિલાલ હરીયા, મોહનલાલ ગોસરાણી, શાંતિલાલ નાગડા, ભરતેશભાઈ શાહ, કેશવજીભાઈ ગોસરાણી, મનીષભાઈ હરીયા, અલ્કાબેન મારૂ, રમેશભાઈ શાહની સીધી દેખરેખ નીચે ચાલી રહ્યું છે.

આ ટ્રસ્ટ દ્વારા ૧૯૮૧થી પ્રિપ્રાઈમરી સ્કુલથી માંડીને માસ્ટર ડીગ્રીના ઈગ્લીશ મીડીયમ સંસ્થાઓ ચલાવીને અત્યાર સુધીમાં હજારો વિદ્યાર્થીઓને શિક્ષણદાન આપવામાં આવ્યું છે. માત્ર એટલું જ નહી ટ્રસ્ટ દ્વારા અનેક પ્રોફેશનલ કોર્ષ પણ ચલાવીને વિદ્યાર્થીઓને જીવન ઉપયોગી અને સીધી રોજગારી મળી શકે તેવા પ્રયત્નો કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.