સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘પદ્માવતી’ રિલીઝ પહેલા જ આ વર્ષની બહુચર્ચિત ફિલ્મ બની ગઇ છે. તાજેતરમાં ફિલ્મ ‘પદ્માવતી’નું 3D ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યુ છે. આ પહેલા રિલીઝ કરવામાં આવેલા ટ્રેલરને 24 કલાકમાં 24 મિલિયન વ્યૂઝ મળ્યા હતા, જ્યારે તેણે 50 મિલિયનથી વધારે લોકો જોઇ ચૂક્યા છે.

હવે 3D ટ્રેલરની સાથે ફિલ્મમેકર્સ ફિલ્મને વધારે ખાસ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. બોલિલુડની બહુ ઓછી ફિલ્મો છે જેના 3D ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યા હોય. આ ફિલ્મનો લિસ્ટમાં શાહરૂખ આનની ફિલ્મ ‘રા.વન’નું નામ આવે છે. કહેવાઇ રહ્યુ છે કે ફિલ્મ ‘પદ્માવતી’ને 3D ટચ આપવા માટે ખાસ કરીને હોલિવુડના ટેક્નિશિયન્સની મદદ લેવામાં આવી છે.

ફિલ્મના 3D ટ્રેલર લોન્ચિંગ ઇવેન્ટમાં દીપિકા પાદુકોણને જ્યારે સવાલ કરવામાં આવ્યો કે, ”આ તમામ વિવાદો વિશે તમારું શું કહેવું છે?” ત્યારે દીપિકા કહ્યુ કે, ”આ ફિલ્મ મારા હૃદયથી ખૂબ નજીક છે અને આ ફિલ્મને રિલીઝ થતા કોઇ નહી રોકી શકે.”

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.