Abtak Media Google News

મન હોય તો માળવે જવાય…

વિજય હજારે ટ્રોફીમાં સૌથી નાની વયે સદી ફટકારનાર યશસ્વી બન્યો પ્રથમ ખેલાડી: ૧૧૨.૮૦ની એવરેજથી ટુર્નામેન્ટમાં ફટકાર્યા ૫૬૪ રન

આઈપીએલ-૨૦૨૦માં ઘણાખરા નવોદિત ખેલાડીઓને તક આપવામાં આવી છે તેમાં મુંબઈનાં ૧૭ વર્ષીય યશસ્વી જયસ્વાલને ૨.૪૦ કરોડમાં રાજસ્થાન રોયલ્સ ટીમ દ્વારા ખરીદવામાં આવ્યો છે. મહત્વની વાત તો એ છે કે યશસ્વી જયસ્વાલ ૧૭ વર્ષનો હોવા છતાં પણ તે પાણીપુરી વેચી પોતાના ઘરનું ગુજરાન ચલાવી રહ્યો હતો ત્યારે આઈપીએલમાં તેને તક મળતાની સાથે જ તે સૌથી નાની વયે કરોડપતિ બન્યો છે. ૨૦ લાખની બેઈઝ પ્રાઈઝ ધરાવતા યશસ્વીને રાજસ્થાન રોયલ્સે ૨.૪૦ કરોડ રૂપિયામાં ખરીદયો હતો. ૧૭ વર્ષીય યશસ્વી હાલ આફ્રિકામાં અંડર-૧૯ કેમ્પેઈનમાં જોડાયો છે.

આ તકે યશસ્વીએ જણાવતા કહ્યું હતું કે, આઈપીએલમાં તેને જે તક મળી છે તેનાથી તે અત્યંત ખુશ છે અને તે તેનું સર્વોચ્ચ પ્રદર્શન આપવા માટે કટીબઘ્ધ પણ છે. સપ્ટેમ્બર-ઓકટોબર-૨૦૧૯માં જે વિજય હજારે ટ્રોફી રમાવવામાં આવી હતી તેમાં તેને ૧૫૪ બોલ રમી ૨૦૩ રન ફટકાર્યા હતા જેમાં ૧૨ છગ્ગા અને ૧૭ ચોગ્ગાનો સમાવેશ થાય છે. સદી ફટકારતાની સાથે જ તે લીસ્ટ-એ ક્રિકેટમાં યંગેસ્ટ એટલે કે સૌથી યુવા ક્રિકેટર બન્યો છે. તેને ૬ મેચ અને ૬ ઈનિંગમાં ૧૧૨.૮૦ની એવરેજથી ૫૬૪ રન નોંધાવ્યા છે જેમાં ૩ સદી અને ૧ અર્ધ સદી ચાલુ સિઝનમાં નોંધાવી છે. સમગ્ર ટુર્નામેન્ટમાં તેને ૪૯ ચોગ્ગા અને ૨૫ છગ્ગા ફટકાર્યા છે. ઉતરપ્રદેશનો યશસ્વી પોતાની જીવનજરૂરીયાત સંતોષવા માટે મુંબઈ ખાતે પાણીપુરી વહેંચી પોતાનું ગુજરાન ચલાવતો હતો પરંતુ આ સમગ્ર પડકારોને પર થઈ તેના ક્રિકેટ રમવાના સ્વપ્નને જાણે સાકાર કર્યું હોય તેવું લાગી રહ્યું હતું.

7537D2F3 19

ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૩મી સીઝનની હરાજી ગુરુવારે કોલકાતામાં થઇ હતી. હરાજીમાં અનકેપ્ડ પ્લેયર્સ પ્રિયમ ગર્ગ, યશસ્વી જયસ્વાલ, કાર્તિક ત્યાગી અને વિરાટ સિંહ માટે ફ્રેન્ચાઈઝ વચ્ચે પડાપડી થઇ હતી. બધા ક્રિકેટર્સ સામાન્ય બેકગ્રાઉન્ડમાંથી આવે છે. પ્રિયમના પિતાએ દૂધ વેચીને ક્રિકેટ કોચિંગ કરાવ્યું હતું, જયારે યશસ્વી એકસમયે પાણીપુરી વેચીને ગુજરાન ચલાવતો હતો. પ્રિયમ અને વિરાટને સનરાઇઝર્સ હૈદરાબાદે ૧.૯૦ કરોડમાં ખરીદ્યા હતા. જયારે રાજસ્થાન રોયલ્સે યશસ્વી અને કાર્તિક ત્યાગીને અનુક્રમે ૨.૪૦ અને ૧.૩૦ કરોડમાં ખરીદ્યા હતા. ચારેય ખેલાડીઓની બેસ પ્રાઇસ ૨૦ લાખ રૂપિયા હતી.

આ તકે યશસ્વી જયસ્વાલે જણાવ્યું હતું કે, ક્રિકેટ હવે તેની જિંદગી થઈ ગયું છે અને આઈપીએલમાં સ્થાન મળતાની સાથે જ તેમનું કુટુંબ પણ અત્યંત રાજીપો વ્યકત કરી રહ્યું છે. તેને રાહુલ દ્રવીડ અને સચિન તેંડુલકર સાથે થયેલી વાતચીત અંગે પણ જણાવ્યું હતું. અંતમાં તેણે જણાવતા કહ્યું હતું કે, સચિન તેંડુલકરે તેને સુજાવ આપતા જણાવ્યું હતું કે, કોઈપણ મોટી રમત પૂર્વે ગત મેચમાં શું થયું હોય તે ભુલવી સાંપ્રત પરિસ્થિતિમાં જીવવું જોઈએ અને તેને અનુસરી આગળ વધવુ જોઈએ ત્યારે યશસ્વી જયસ્વાલ કે જે રાજસ્થાન રોયલ્સ ટીમમાંથી પસંદ થયો છે તેથી તેની ક્રિકેટીંગ સ્કિલ વધુને વધુ મજબુત થશે અને આગામી દિવસોમાં તે ભારતીય ટીમ તરફથી રમે તેવી પણ આશા સેવવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.