Abtak Media Google News

પેરિસમાં 1 મેના દિવસે ‘મે ડે’નું સેલિબ્રેશન થયા છે. મંગળવારે સેન્ટ્રલ ફ્રેન્ચ રાજધાની પેરિસમાં આ સેલિબ્રેશન રમખાણોમાં ફેરવાઇ ગયું હતું. પ્રેસિડન્ટ ઇમેન્યુઅલ મેક્રોનના જાહેર ક્ષેત્રના સુધારાના વિરોધ કરવામાં આવેલા આ દેખાવો બદલ અંદાજિત 300 જેટલાં વિરોધીઓની ધરપકડ કરવામાં આવી હતી. માસ્ક પહેરેલા યુવાનોએ મેકડોનાલ્ડ રેસ્ટોરાંની બહાર તોડફોડ કરી હતી, વાહનો સળગાવ્યા હતા. ટોળાંએ ‘રાઇઝ અપ પેરિસ’, ‘દરેક વ્યક્તિ પોલીસને નફરત કરે છે’ તેવા સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. 1,200 જેટલાં લોકોએ બ્લેક જેકેટ અને ફેસ માસ્ક પહેરીને ટ્રેડિશનલ મે-1 યુનિયન આગેવાની હેઠળ આ રમખાણો કર્યા હતા. તોફાન અને વિરોધ બદલ પોલીસે 1000થી વધુ લોકોની ધરપકડ કરી છે.

Advertisement

પેટ્રોલ બોમ્બથી વાહનોને કર્યુ નુકસાન

ડાબેરી આંદોલનકર્તાઓએ બારીઓમાંથી પેટ્રોલ બોમ્બ ફેંક્યા હતા. આસપાસના વિસ્તારના વાહનોને નુકસાન પહોંચ્યાડ્યું હતું. જ્યારે અન્ય વિરોધીઓએ પોલીસ સાથે અથડામણ કરી હતી.આ રમખાણોની તસવીરોમાં વિરોધીઓ મેકડોનાલ્ડની બહાર કાળાં માસ્ક પહેરીને ઉભા રહેલા જોઇ શકાય છે. વિરોધી કેપટાલિસ્ટ્સને કેશ કાઉન્ટર તોડતાં પહેલાં મેકડોનાલ્ડના કિચનમાંથી ફૂડ અને ડ્રિંક્સની બોટલ્સ પણ લૂંટી લીધી હતી.સેન્ટ્રલ પેરિસની સડકો પર સળગતી કારો અને અન્ય વાહનો જોવા મળી રહ્યા છે. આ તમામ વિરોધીઓ વર્કર્સને ન્યાય અપાવવા માટે રમખાણો કરી રહ્યા હતા.પેરિસમાં માસ્ક પહેરીને ફરતાં વિરોધીઓએ શહેરના અનેક વિસ્તારોમાં કાળો ધૂમાડો નિકળે તેવી આતશબાજી પણ કરી હતી.જ્યારે લંડનમાં ત્રાફલર સ્ક્વેરમાં સોવિયેત સરમુખત્યાર જોસેફ સ્ટાલિનની તસવીર અને ઝંડા સાથે વિરોધીઓએ માર્ચ કરી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.