Abtak Media Google News
  • પવનની દિશા બદલાતા ગરમીનો પારો પટકાશે: રાજકોટ 41.5 જયારે અમરેલીનું 42.2 ડિગ્રી તાપમાન

રાજ્યમાં કાળઝાળ ગરમીથી આંશિક રાહત મળે તેવા અણસાર છે. પવનની દિશા બદલાતા ગરમીમાં ઘટાડો થશે. 24 કલાક બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. આગામી 24 કલાક સૌરાષ્ટ્રમાં હિટવેવની આગાહી કરાઈ છે. પોરબંદર, જૂનાગઢ અને ભાવનગરમાં હીટવેવની આગાહી કરાઈ છે. એટલું જ નહીં, સૌરાષ્ટ્રમાં તો ગરમીનું યેલો અલર્ટ આપવામાં આવ્યું હતું. અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 41 ડિગ્રી આસપાસ નોંધાયું છે.

ગરમી અને ભેજના કારણે દરિયાઈ વિસ્તારોમાં અસર અનુભવાય રહી છે. આગામી 24 કલાકમાં પવનની દિશા બદલાતા ગરમીમાં ઘટાડો થશે. જેના કારણે લોકોને રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળશે. પશ્ચિમી પવનો ફૂંકાવવાથી વાતાવરણમાં ભેજ રહેશે. જેથી તાપમાનનો પારો આગામી દિવસોમાં સ્થિર રહેશે. આ તમામ વાતો વચ્ચે પણ અમદાવાદમાં તાપમાન 40 થી 41 ડિગ્રી આસપાસ રહેશે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં ગરમીનું યેલો અલર્ટ આપવામાં આવ્યું છે.

પવનની દિશા બદલાઈ છે જેથી તાપમાન સામાન્ય રહેશે, પરંતુ તેની અમદાવાદમાં સામાન્ય અસર વર્તાશે. મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી નીચે જઈ શકે છે.સ્કાયમેટ વેધરના જણાવ્યા અનુસાર, તાપમાનનો પારો 1 થી 2 ડિગ્રી ઘટી શકે છે. ભારતમાં હીટવેવ કે અત્યંત તીવ્ર ગરમી મે મહિનામાં જોવા મળે છે. હવે તો માર્ચ મહિનાના અંતથી હીટવેવની સ્થિતિ શરૂ થઈ ગઈ છે. સાયક્લોનિક સરક્યુલેશનના કારણે રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં થોડા વાદળો જોવા મળી શકે છે. પરંતું તેનાથી તાપમાનમાં કોઈ ઘટાડો નહિ આવે.

  • અમદાવાદ         41.6
  • ગાંધીનગર         40.0
  • વડોદરા             41.4
  • ભુજ                 39.5
  • કંડલા               41.1
  • અમરેલી           42.2
  • ભાવનગર         40.6
  • રાજકોટ            41.5
  • સુરેન્દ્રનગર        41.8
  • કેશોદ               41.0

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.