Abtak Media Google News

‘અબતક’ની મુલાકાતમાં લાયન્સ કલબ પ્રાઈડના હોદેદારોએ આપી કેમ્પ અંગે માહિતી

આધુનીક જીવન શેલી અને બદલાયેલી જીવન ઢબને કારણે સાંપ્રત સમયમાં આધેડવય અને ઢળતી યુવાનીએ  ગોઠણ, થાપા, સાંધાના દુ:ખાવાની સમસ્યા વ્યાપક  બની છે.ત્યારે  લાયન્સ કલબ દ્વારા નિ:શુલ્ક  નિદાન માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.

Advertisement

‘અબતક’ની મુલાકાતે આવેલા પ્રાઈડ લાયન્સ કલબના પ્રમુખ નીરજભાઈ અઢીયા અને તેમની ટીમ દ્વારા કેમ્પ અંગેની વિગતો આપતા જણાવેલ કે અત્યારે સાંધા-ગોઠણની સમસ્યા વ્યાપક  બની છે. આ સમસ્યાનું નિવારણ એ આધુનીક ટેકનોલોજીથી થાય છે. આ સમસ્યામાં તકેદારી રાખવાની સમસ્યાનું નિવારણ કહી શકાય.

રાજકોટ માં લાયન્સ ક્લબ રાજકોટ પ્રાઇડ અને કે , ડી.હોસ્પિટલ – અમદાવાદ ના સંયુક્ત ઉપક્મે સાંઘ ના નિઘન અને નિવારણ માર્ગદર્શન ના નિ:શુલ્ક કેમ્પ નું રવિવાર 25 ડિસેમ્બર ના રોજ સવારે 9: 30 વાગ્યા થી આયોજન કરવામાં આવ્યું છે .

લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ એ વિશ્વ ના 212 દેશો માં વ્યાપ ધરાવતી , લગભગ 48500 ક્લબ અને 14.5 લાખ સભ્યો ધરાવતી વિશ્વ ની સૌથી મોટી એનજીઓ છે . રાજકોટ મધ્યે લાયન્સ ક્લબ રાજકોટ પ્રાઇડ દ્વારા શહેરમાં અનેકવિધ સેવાકીય અને સામાજિક પ્રવૃતિઓ થતી રહે છ ેત્યારે આગામી 25 ડિસેમ્બર રવિવાર ના રોજઆ નિ:શુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે

લાયન્સ ક્લબ રાજકોટ પ્રાઇડ અને કે.ડી.હોસ્પિટલ – અમદાવાદ ના સંયુક્ત ઉપક્કે યોજાયેલા આ કેમ્પ માં       40 વર્ષ થી ઉપરના કોઈપણ મહિલા જે પોતાના ગોઠણ લાંબો સમય માટે સારા રાખવા માંગે છે.  50 વર્ષથી ઉપરના કોઈપણ વ્યક્તિને  ગોઠણની તક્લીફ છે. તેમને જોઈન્ટરિપ્લેસમેન્ટની સલાહ મેળવવી છે. જેમણે રોબોટિક જોઈન્ટરિપ્લેસમેન્ટવિશે સંપૂર્ણ જાણકારી મેળવવી છે.

અડધો સાંધો ( માઈક્રો પ્લાસ્ટી ) બદલાવવા વિશે માહિતી  જોતી હોય તેવા વ્યકિતઓને આ કેમ્પ આશિર્વાદ રૂપ બનશે. અમદાવાદની કે.ડી.હોસ્પિટલના સહયોગ થી લાયન્સ ક્લબ દ્વારા  અભય ભારદ્વાજ કોમ્યૂનિટી હોલ , પેરેડાઇસ હોલ રોડ, ઇન્ડ્યિન પાર્ક , ગોપાલ ચોક , રાજકોટ ખાતે સવારે 9: 30 થી આ કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે . આ કેમ્પ મા સાંધા બદલવાના ના ઓપેરશન નો 20 વર્ષો નો બહોળો અનુભવ ધરાવતા સર્જન ડો . અતિત શર્મા અને ટીમ દ્વારા દર્દીઓ નું નિશુલ્ક નિદાન કરી આપવામાં આવશે . આ કેમ્પ નો લાભ લેવા દર્દી એ પોતાનું નામ ફોન નંબર 96388 98277 , 8780932646 , 6359603626,6352510884 પર લખાવવાનું રહેશે અને વધુ માહિતી માટેઉપરોક્ત નંબર પર સંપર્ક કરવાનું રહેશે.

આ કેમ્પ ની સફળતા માટે લાયન્સ ઇન્ટરનેશનલ ના એમ.ડી. ગુજરાત ચેરમેન દિવ્યેશભાઈ સાકરીયા એ શુભેચ્છા અને સહયોગ આપેલ છે . કાર્યક્ર્મ ને સફળ બનાવવા માટે લાયન્સ ક્લબ રાજકોટ પ્રાઇડ ના પ્રમુખ નીરજ અઢિયા , સેક્રેટરી સંજય કલકાની , ખજાનચી ડેનિશ સિણોજીયા , પ્રોજેક્ટ ટીમ ચેતન વ્યાસ , ગીરીશભાઈ અક્બરી , વિનોદર , ઉમેશ ભલાણી , પ્રતીક અઢિયા , કિશોર વઘાસીયા , અચ્યુત પટેલ , રમેશભાઈ રામાણી , કિશન ભલાણી વિગેરે પ્રયત્નશીલ છે .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.