Abtak Media Google News

Screenshot 1 7 પીજીવીસીએલએ 6 મહિનામાં રૂ.128 કરોડની વીજચોરી ઝડપી પાડી છે. વીજ તંત્રએ એપ્રિલથી સપ્ટેમ્બર સુધીમાં સૌરાષ્ટ્ર- કચ્છમાં કુલ 2.37 લાખ વીજ જોડાણો ચેક કર્યા હતા. જેમાંથી 42 હજારથી વધુ કનેક્શનોમાં ગેરરીતિ ઝડપાઇ છે.

જીયુવીએનએલના માર્ગદર્શન અને પીજીવીસીએલ કોર્પોરેટ ઓફિસની સૂચના હેઠળ તથા વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેરો અને વિભાગીય કચેરીના કાર્યપાલક ઇજનેરોની રાહબરી અને સીધી દેખરેખ હેઠળ એપ્રિલથી સપ્ટેમ્બર 2023 એમ 6 માસમાં સૌરાષ્ટ્ર કચ્છમાં વીજ ચેકિંગની કામગીરી દરમ્યાન આશરે કુલ રૂ. 128.27 કરોડની પાવર ચોરી પકડી પાડવામાં આવેલ છે. વિવિધ ટીમો દ્વારા વીજ ચેકિંગ દરમ્યાન કુલ 237556 વીજ જોડાણોની ચકાસણી કરવામાં આવેલ જેમાંથી કુલ 42505 કનેક્શનમાં ગેરરીતિ ઝડપાઈ હતી.Screenshot 3 3

એપ્રિલથી સપ્ટેમ્બર સુધીમાં સૌરાષ્ટ્ર- કચ્છમાં કુલ 2.37 લાખ વીજ જોડાણો ચેક કર્યા, જેમાંથી 42 હજારથી વધુ કનેક્શનોમાં ગેરરીતિ ઝડપાઇ

જેમાં રાજકોટ શહેરમાં 33921માંથી 4385 વીજ કનેક્શનમા ગેરરીતિ માલુમ પડતા 1041.61 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. રાજકોટ ગ્રામ્યમાં 27699માંથી 4290 વીજ કનેક્શનમા ગેરરીતિ માલુમ પડતા 1244.24

લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. મોરબીમાં 17684માંથી 2805 વીજ કનેક્શનમા ગેરરીતિ માલુમ પડતા 784.06 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. પોરબંદરમાં 24306માથી 3703 વીજ કનેક્શનમા ગેરરીતિ માલુમ પડતા 877.43 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. જામનગરમાં 13120માંથી 3321 વીજ કનેક્શનમા ગેરરીતિ માલુમ પડતા 1131.46 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.Screenshot 2 3

ભુજમાં 17372માંથી 1485 વીજ કનેક્શનમા ગેરરીતિ માલુમ પડતા 564.85 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. અંજારમાં 9577માંથી 1971 વીજ કનેક્શનમા ગેરરીતિ માલુમ પડતા 1177.88 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. જૂનાગઢ 24446માંથી 3992 વીજ કનેક્શનમા ગેરરીતિ માલુમ પડતા 1080.04 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. અમરેલીમાં 16412માંથી 3681 વીજ કનેક્શનમા ગેરરીતિ માલુમ પડતા 789.37 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. બોટાદમાં 10561માંથી 2530 વીજ કનેક્શનમા ગેરરીતિ માલુમ પડતા 555.11 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. ભાવનગરમાં 20141માંથી 5502 વીજ કનેક્શનમા ગેરરીતિ માલુમ પડતા 2047.49 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. સુરેન્દ્રનગરમાં 22317માંથી 4840 વીજ કનેક્શનમા ગેરરીતિ માલુમ પડતા 1534.30 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.