Abtak Media Google News

જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે વધુ એક યશકલગીનો ઉમેરો થયો છે. કેન્દ્ર સરકારના નેશનલ હેલ્થ મિશન દ્વારા કરવામાં આવેલ મૂલ્યાંકનમાં પીપરટોડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સર્ટીફીકેશન માટે પસંદગી કરવામાં આવી છે. સમગ્ર ભારત દેશમાં કુલ 177 આરોગ્ય કેન્દ્રોની આ માટે પસંદગી કરાઈ છે.

જેમાં  લાલપુર તાલુકાના પીપરટોડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રએ પણ પોતાનું સ્થાન પ્રાપ્ત કરી રાષ્ટ્રીય કક્ષાએ જામનગર જીલ્લાનું ગૌરવ વધાર્યું છે. પીપર ટોડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રએ કરવામાં આવેલ તમામ મૂલ્યાંકનમાં 91.54 ટકાનો સ્કોર હાંસલ કરી આ સ્થાન મેળવ્યું છે. પીપરટોડા આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો.પી.એમ.ખાણધર તથા સમગ્ર સ્ટાફની સરાહનીય કામગીરીનો પીપરટોડા ગામ સહિત આસપાસ ના અન્ય 20 જેટલા ગામોને પણ લાભ મળી રહ્યો છે.

આ અંગેની જાણ કરતો પત્ર નેશનલ હેલ્થ મિશનના અધિક સચિવ અને ડાયરેક્ટર વંદના ગુરુનાની દ્વારા રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના પૂર્વ અગ્રસચિવ જયંતિ એસ.રવિને સંબોધીને પાઠવવામાં આવ્યો હતો. શહેરના કામદાર કોલોની શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને પણ નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સર્ટિફિકેશન પ્રાપ્ત થયું છે. આમ જામનગર જિલ્લા કક્ષાએ બે આરોગ્યકેન્દ્રોએ સાથે આ સિદ્ધિ મેળવીને જિલ્લાને ફરી એકવાર રાષ્ટ્રીય કક્ષાએ સન્માન પ્રાપ્ત કરાવી આરોગ્ય ક્ષેત્રે પોતાનો પરચમ લહેરાવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.