Abtak Media Google News

અંબાજી અન્નક્ષેત્ર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઉઠાવાય રહેલી જહેમત

અંબાજી અન્ન ક્ષેત્ર ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા તા.૧.૮ને શનિવારના રોજ ગુજરાતનાં ખ્યાતનામ કલાકાર જનક ભગતના કંઠે માં અંબાજી અને માં બહુચરમાંના આનંદના ગરબાનો ભવ્ય કાર્યક્રમ શ્રી અરવિંદભાઈ મણીયાર હોલ ખાતે રાત્રે ૭.૩૦ કલાકથી આયોજન કરવામાં આવેલ છે.

અંબાજી અન્નક્ષેત્ર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભાદરવી પુનમે માં અંબાના ધામમાં છેલ્લા ૧૫ વર્ષથી પગે ચાલીને આવતા લાખો પદયાત્રીઓ માટે ભવ્યાતી ભવ્ય ભંડારાનું આયોજન કરવામા આવે છે અને સાત દિવસમાં માં અંબાજીના દર્શન કરવા પગે ચાલીને આવતા લાખો પદયાત્રીકોને મોહનથાળ, બુંદી, ગાંઠીયા, પુરી શાક, અને ખીચડી, કઢી તેમજ ઠંડી છાશનો પ્રસાદ લાખો પદયાત્રીકોને જમાડવામાં આવે છે.

માં અંબાજીના દર્શન અને માં બહુચરાજીમાં ના આનંદના ગરબા ને સવિસ્તારથી પોતાના કંઠે ગાઈ અને તેનો સવિસ્તારથી વિવેચન કરી આનંદના ગરબાનું મહાત્મય સમજાવતા વિખ્યાત કલાકાર જનકભગત અને તેની સંપૂર્ણ ટીમ રાજકોટ પધારતા હોય શહેરના તમામ માઈ ભકતોને ઘેર બેઠા ગંગા સ્નાન કરવા જેવો અવસર મળી રહ્યો હોય તે રીતે આ આનંદના ગરબામાં પધારવા તમામ માઈ ભકતોને શ્રી અંબાજી અન્નક્ષેત્ર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નિમંત્રણ છે.

આ આનંદના ગરબાના કાર્યક્રમના આયોજન માટે અંબાજી અન્નક્ષેત્ર ચેરીટેબલ ટ્રસ્ટના યોગેશભાઈ ભટ્ટ, જયેશભાઈ ભલાણી, મુકેશભાઈ વાગડીયા, મેહુલભાઈ ભગત, જગદીશભાઈ વાગડીયા, દિનેશભાઈ રાણપરા, દિપકભાઈ પાટડીયા, કુમારભાઈ શાહ તેમજ મનહરભાઈ ભાડલાવાળા તડામાર તૈયારી કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.