Abtak Media Google News

કોવિડ બ્રેવહાર્ટસ ઓફ રાજકોટ એવોર્ડથી ૧૨ પોલીસ મેનનું સન્માન : મહિલા કોન્સ્ટેબલ સહિત સાત પોલીસ જવાનોને ફિટનેસ ચેલેન્જ સન્માન પત્ર અપાયું

કોરોના મહામારીના કારણે કરાયેલા લોકડાઉન અને અનલોક દરિમ્યાન પોલીસ સ્ટાફે પોતાના જીવના જોખમે કરેલી વિશિષ્ટ કામગીરીની પોલીસ કમિશ્ર્નર મનોજ અગ્રવાલે બિરદાવી કોવીડ બે્રટહાટર્સ ઓફ રાજકોટ અને ફેટિનેશ ચેલેન્જ સન્માન પત્ર આપી પીઠ થાબડી છે.

સમગ્ર વિશ્ર્વમા કોરોના વાયરસની મહામારી ફેલાયેલી હોય સરકાર દ્વારા અનલોક દરમ્યાન જાહેર જીવનમા ઘણી છુટછાટ આપવામાં આવેલ છે. જેથી કોરોના વાયરસની મહામારી ફેલાતી અટકે જેમા પોલીસ મહત્વની ફરજ રહેલી છે. અલગ અલગ અભિંગમો અપનાવી લોકજાગૃતિ ફેલાવી તેમજ સાથે સાથે સરકારની માર્ગદર્શીકાનું ચુસ્તપણે પાલન કરાવવા તમામ પ્રયાસો હાથ ધરવામાં આવેલા. આસામાન્ય સમયમા પોતાના જીવનો જોખમે શહેરમા સુરક્ષા, સાવચેતી અને શિસ્ત જાળવવા સંબંધી ઉતમ સેવા પ્રદાન કરવા બદલ એ.ડી.વી. પો.સ્ટે. એ.એસ.આઇ. ધર્મેશભાઇ ભરતભાઇ ખેર, બી.ડીવી પો. સ્ટે. એ.એસ.આઇ. વિરમભાઇ જશાભાઇ ધગલ, કુવાડવા રોડ પો.સ્ટે. લોકરક્ષક રધુવિરભાઇ અજીતદાન ઇશરાણી, ભક્તિનગર પો.સ્ટે,  પો. હેડ કોન્સ. રણજીતસિંહ ગણેશભાઇ પઢીયાર, આજીડેમ પો.સ્ટે. પો. હેડ કોન્સ. ઇન્દ્રસિંહ ગુલાબસિંહ જાડેજા, થોરાળા પો.સ્ટે. પો. હેડ કોન્સ. ભુપતભાઇ રામજીભાઇ વાસાણી, પ્રધ્યુમનનગર પો.સ્ટે. પો. હેડ કોન્સ દેવશીભાઇ કાનાભાઇ ખાંભલા, ગાંધીગ્રામ પો.સ્ટે. પો. હેડ કોન્સ ખોડુભા વખતસિંહ જાડેજા, ગાંધીગ્રામ-૨(યુનિ.)પો.સ્ટે. પો. હેડ કોન્સ બી.જી. ડાંગર, માલવીયાનગર પો.સ્ટે. પો. હેડ કોન્સ સુર્યકાંતભાઇ ભગુભાઇ પરમાર, રાજકોટ તાલુકા પો.સ્ટે. પો. હેડ કોન્સ રૂ ષીરાજસિંહ ભગવતસિંહ જાડેજા, મહિલા પો.સ્ટે. એ.એસ.આઇ. વિજયભાઇ રધુભાઇ સોલંકીને શહેર પોલીસ કમિશ્ર્નર મનોજ અગ્રવાલ દ્વારા તેઓને કોવિડ બ્રેવહાટર્સ ઓફ રાજકોટના એવોર્ડથી બીરદાવી તેઓને પ્રશંસાપત્ર પાઠવી પ્રોત્સાહીત કરવામાં આવેલા છે.

શહેર પોલીસ ડીપાર્ટમેન્ટના અધિકારી, કર્મચારીઓનું સ્વાસ્થય સારુ રહે તે માટે શહેર પોલીસ દ્વારા પોલીસ હેડ કવાર્ટર ખાતે પરેડનું આયોજન કરવામા આવતુ પરંતુ હાલમા કોરોના વાયરસની મહામારી ફેલાયેલ હોય જેથી સોશ્યિલ ડીસ્ટન્સનું પાલન કરવાનુ રહેતુ હોય જેથી પોલીસ ડીપાર્ટમેન્ટના અધિકારી કર્મચારીઓ દ્વારા પોલીસ કમિશ્ર્નર દ્વારા પોલીસ અધિકારી કર્મચારીઓનું ફીટનેશ સારૂ  રહે તે માટે એક નવો અભિગમ અપનાવી અને અક્ષસસાઇઝ ફ્રોમ હોમ નો અભિગમ અપનાવી તેનો વિડિયો બનાવી ફીટનેશ અંગેના વીડિયો અધિકાર, કર્મચારીઓ દ્વારા અપલોડ કરવા આવેલો જેમા શહેર ખાતે ફરજ બજાવતા અધિકારી કર્મચારી તેમજ મહિલા કર્મચારીઓએ ભાગ લઇ ફીટનેશ અંગેના વીડિયો અપલોડ કરેલ જેમા સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર મહિલા પોલીસ સ્ટેશન, મહિલા પો. કોન્સે બંસીબેન રમેશભાઇ, આજીડેમ પો.સ્ટે, ના પો.સબ ઇન્સ એમ.એમ. ઝાલા, સાયબલ શેલ, ના પો હેડ કોન્સ. સંજયભાઇ જયંતીલાલ, ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન, લોકરક્ષક અર્જુનભાઇ ધીરૂ ભાઇ રાજકોટ તાલુકા પો.સ્ટે. પો. કોન્સ રશુલભાઇ સાીદીકભાઇ, ગાંધીગ્રામ પો.સ્ટે. પો. કોન્સ. લખનભાઇ રાજાભાઇ અને બી.ડી.વી પો.સ્ટે. પો. હેડ કોન્સ ધર્મરાજસિંહ હેતુભાઇને શ્રેષ્ઠ પ્રદર્શન કરવામા આવેલ હોય જેઓને ફીટનેશ ચેલેન્જ સન્માન પત્ર પાઠવામા આવેલો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.