Abtak Media Google News
  • વિશ્વ મનોદિવ્યાંગ દિવસના રાજકોટને મળી અનેરી ભેટ
  • 200 મનો દિવ્યાંગ બાળકોના ખરા અર્થમાં સેવાના ભેખધારી પૂજા પટેલ બન્યા યશોદા
  • રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પૂજા પટેલને એવોર્ડથી સન્માનિત કરી કહ્યું, ‘મનોદિવ્યાંગ બાળકોને આત્મનિર્ભર બનાવવાના કાર્યને આગળ ધપાવતા રહો’
  • પ્રયાસ પેરેન્ટસ એસોસિએશન 200 મનોદિવ્યાંગ બાળકોને આત્મનિર્ભર બનાવવાનું ઉત્તમ કાર્ય કરતી સંસ્થા

એક માતા જ્યારે તેના પુત્ર માટે સંઘર્ષ કરે છે. ત્યારે તે હિમાલય પર્વત કરતા પણ વધુ અડગ રહી તે કાર્યને પૂર્ણ કરે છે.ત્યારે આવી જ એક માતા જે 200થી વધુ મનોદિવ્યાંગ બાળકોની યશોદા બની છે.રાજકોટના પૂજા પટેલ પ્રયાસ પેરેન્ટ્સ એસોસિએશન સંસ્થાપક છે.3 ડિસેમ્બરના રોજ વિશ્વ મનોદિવ્યાંગ દિવસના દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે પૂજા પટેલને રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.રાજકોટ અને સમગ્ર ગુજરાત માટે આ ગર્વની બાબત છે.પ્રયાસ પેરેન્ટ્સ એસોસિયેશન ખાતે 200થી પણ વધુ મનોદિવ્યાંગ બાળકોને રોજિંદા જીવનની ક્રિયા શીખડવાની સાથે શિક્ષણ સહિતની વિવિધ પ્રવૃત્તિઓ શીખડાવામાં આવે છે.

Untitled 1 10

સવારના 8થી સાંજના 6 વાગા સુધી મનોદિવ્યાંગ બાળકોને તાલીમ આપવામાં આવે છે.તાલીમ આપી બાળકોને આત્મનિર્ભર બનાવવાની સાથોસાથ સામાન્ય જીવનનું  સિંચન કરવાનું પ્રયાસ પેરેન્ટસ એસોસિએશન સંસ્થા કાર્ય કરે છે.વાલીઓને પણ જાગૃત કરવાની સંસ્થા દ્વારા પ્રવૃત્તિ કરવામાં આવે છે.પ્રયાસ પેરેન્ટસ એસોસિયેશન સંસ્થાના પૂજા પટેલ છેલ્લા 16વર્ષથી સંસ્થા સાથે સંકળાયેલા છે તેમણે તેમનું જીવન બાળકોને સમર્પિત કરી આપ્યું છે.1200થી પણ વધુ અરજી રાષ્ટ્રપતિ એવોર્ડ માટે મોકલવામાં આવી હતી.જેમાં એકમાત્ર કેટેગરીમાં પૂજાબેન પટેલની સંસ્થાનું નામ હતું. રાષ્ટ્રપતિ ભવન ખાતે તેમને રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા ત્યારે પૂજા પટેલે સંસ્થાના બાળકો, ટ્રસ્ટીઓ, શિક્ષકો તથા વાલીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

2 હજાર બાળકોની પ્રયાસ સોસાયટી બનાવવાનું સપનું :પૂજા પટેલ

Vlcsnap 2022 12 05 13H36M24S136

પ્રયાસ પેરેન્ટ્સ એસોસિયેશનના સંસ્થાપક પૂજા પટેલે જણાવ્યું કે રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત થવા બદલ તેવો સંસ્થાના બાળકો, ટ્રસ્ટીઓ, શિક્ષકો તથા વાલીઓનો આભાર વ્યક્ત કરે છે.આવનારા દિવસોમાં 2 હજાર મનોદિવ્યાંગ બાળકોની સોસાયટીનું નિર્માણ કરવાનું તેમનું  સ્વપ્ન છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.