Abtak Media Google News

બંગાળની ખાડીમાં સર્જાયેલા લો-પ્રેશરના કારણે બે દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી: માછીમારોને ત્રણ દિવસ દરિયો ન ખેડવા સુચન

મેઘમલ્હાર વચ્ચે આગામી ૪૮ કલાકમાં ભારે મેઘતાંડવની શકયતા સર્જાય છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો-પ્રેશરના કારણે બે દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. એકબાજુ હાલ સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે વધુ એક પ્રેશર સર્જાતા બે દિવસ ફરી પાછો મેઘતાંડવ થાય અને ભારેથી અતિભારે વરસાદ ખાબકવાની શકયતા જોવા મળી છે.

Advertisement

આ સપ્તાહમાં શ‚આતનાં દિવસોમાં થયેલા ધોધમાર વરસાદ બાદ ફરી એકવાર રાજયમાં ભારે વરસાદની શકયતા સર્જાય છે. છેલ્લા બે-ત્રણ દિવસથી મેઘરાજાએ વિરામ લીધો છે જોકે હવે રાજયમાં લો-પ્રેશર અને સાયકલોનીક સરકયુલેશન સર્જાતા ફરી બે દિવસ ધોધમાર વરસાદ વરસી શકે છે. આ સપ્તાહે શ‚આતમાં મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાત ઉપરાંત કચ્છ-ભુજમાં પણ ધોધમાર વરસાદ પડયો હતો. હવામાન ખાતાની આગાહી મુજબ આજે અને આવતીકાલે વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે જોકે છેલ્લા ૨૪ કલાકની વાત કરીએ તો છુટાછવાયા ઝાપટાથી લઈ ૩ ઈંચ સુધી વરસાદ પડયો હતો. છેલ્લા ૨૪ કલાકમાં રાજયમાં ૧૪૨ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો.

ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે રાજયમાં ચોમાસું લંબાયું હતું ત્યારે આ વર્ષે પણ ભાદરવામાં ભરપુર વરસાદ પડી રહ્યો છે. રાજયના મોટાભાગના જિલ્લાઓમાં સીઝનનો ૧૦૦ ટકા વરસાદ પડી ચુકયો છે. સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતનાં કેટલાક ભાગોમાં ૧૦૦ ટકાથી પણ વધુ વરસાદ નોંધાઈ ચુકયો છે. રાજયનાં જળાશયોમાં પણ ભારે વરસાદનાં પગલે પાણીની ભરપુર આવક થઈ છે ત્યારે હવે ગુજરાતમાં ફરીથી વરસાદની આગાહી સામે આવી છે. દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે ત્યારે માછીમારોને દરિયો ન ખેડવા સુચના અપાઈ છે. વાત કરીએ તો આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે જેમાં આજરોજ વલસાડ, નવસારી, સુરત, તાપી, ડાંગ, દાહોદ, જુનાગઢ, ગીર સોમનાથ અને આવતીકાલે સુરત, નવસારી, સુરેન્દ્રનગર, આણંદ, ભ‚ચ, ભાવનગર અને રાજકોટમાં તેમજ ૩૧મીએ આણંદ, ખેડા, ભાવનગર, અમરેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

છેલ્લા ૨૪ કલાકની વાત કરીએ તો નવસારીમાં ૮૪ મીમી, જાલોલપુરમાં ૭૩ મીમી, સુરતમાં ૭૦ મીમી, ધરમપુરમાં ૫૬ મીમી, મોરબીના ટંકારામાં ૪૯ મીમી, ભુજમાં ૪૨ મીમી, જુનાગઢમાં ૪૧ મીમી, રાજકોટના કોટડાસાંગાણીમાં ૩૮ મીમી, સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં ૩૪ મીમી, અમરેલીના બાબરામાં ૩૩ મીમી, સુરેન્દ્રનગરના લખતપરમાં ૨૯ મીમી, ગીરગઢડામાં ૨૬ મીમી, મેંદરડામાં ૨૪ મીમી, રાજુલામાં ૨૧ મીમી, વડિયામાં ૨૦ મીમી જેટલો વરસાદ નોંધાયો હતો. ત્યારે આજે વહેલી સવારે દ્વારકામાં ૧૭ મીમી, ખંભાળીયામાં ૧૪ મીમી, ભાણવડમાં ૯ મીમી, મોરબીમાં ૯ મીમી, માંડવીમાં ૮ મીમી, ઉપલેટામાં ૭ મીમી, નવસારીમાં ૪ મીમી, રાજકોટના ધોરાજીમાં ૨ મીમી જેટલો વરસાદ નોંધાયો હતો.

ઉપરવાસમાંથી ૪૫,૩૯૫ કયુસેક પાણીની આવક સાથે રાજયની જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટી ગઈકાલે સાંજે ૧૩૦.૯૯ મીટરે પહોંચી છે. ડેમમાંથી ૧ થી ૨ લાખ કયુસેક પાણી છોડવાના મેસેજથી ૩૦ પૈકી ૧૫ દરવાજા ૩ ફુટ ખોલી ૫૦ હજાર કયુસેક પાણી નદીમાં છોડાયું હતું. ૨૪ કલાકમાં ડેમની સપાટી વધે તેવી શકયતા વચ્ચે આજુબાજુના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જોકે હાલ ડેમ ૭૭ ટકા ભરાઈ ગયો છે અને આગામી રાજયમાં ત્રણ વર્ષ સુધી વરસાદ ન પડે તો પણ જળસંકટની સ્થિતિ નહીં સર્જાય.

ઓગષ્ટ મહિનામાં ૪૪ વર્ષનો રેકોર્ડ તોડતા મેઘરાજા

જુલાઈમાં ચોમાસું દેશમાં સામાન્ય કરતા ૧૦ ટકા ઓછુ રહ્યું હતું જોકે ઓગસ્ટ માસમાં મેઘરાજાએ સટાસટી બોલાવતા ૪૪ વર્ષનો રેકોર્ડ તોડયો છે. રાજયમાં તાજેતરમાં આ અઠવાડિયામાં મધ્ય અને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં પણ જોરદાર વરસાદ વરસ્યો હતો. ભારતના હવામાન વિભાગનાં જણાવ્યા મુજબ છેલ્લે ૧૯૭૦માં ચોમાસાનું જોર વધુ જોવા મળ્યું હતું જયારે આ ૪૪ વર્ષનો રેકોર્ડ તોડી આ વર્ષે ૨૮.૪ ટકા વધુ વરસાદ નોંધાયો છે. દેશભરમાં આ મહિનામાં અત્યાર સુધીમાં સરેરાશ ૨૯૬.૨ મીમી વરસાદ નોંધાયો છે. ૧૯૮૮ બાદ ઓગસ્ટ માસનો આ સૌથી વધુ વરસાદ છે. દક્ષિણ ભારતમાં પણ જુલાઈમાં થયેલા વરસાદની સાપેક્ષે ૪૨ ટકા વધુ વરસાદ નોંધાયો છે.

ઓગષ્ટ મહિનામાં ૪૪ વર્ષનો રેકોર્ડ તોડતા મેઘરાજા

જુલાઈમાં ચોમાસું દેશમાં સામાન્ય કરતા ૧૦ ટકા ઓછુ રહ્યું હતું જોકે ઓગસ્ટ માસમાં મેઘરાજાએ સટાસટી બોલાવતા ૪૪ વર્ષનો રેકોર્ડ તોડયો છે. રાજયમાં તાજેતરમાં આ અઠવાડિયામાં મધ્ય અને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં પણ જોરદાર વરસાદ વરસ્યો હતો. ભારતના હવામાન વિભાગનાં જણાવ્યા મુજબ છેલ્લે ૧૯૭૦માં ચોમાસાનું જોર વધુ જોવા મળ્યું હતું જયારે આ ૪૪ વર્ષનો રેકોર્ડ તોડી આ વર્ષે ૨૮.૪ ટકા વધુ વરસાદ નોંધાયો છે. દેશભરમાં આ મહિનામાં અત્યાર સુધીમાં સરેરાશ ૨૯૬.૨ મીમી વરસાદ નોંધાયો છે. ૧૯૮૮ બાદ ઓગસ્ટ માસનો આ સૌથી વધુ વરસાદ છે. દક્ષિણ ભારતમાં પણ જુલાઈમાં થયેલા વરસાદની સાપેક્ષે ૪૨ ટકા વધુ વરસાદ નોંધાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.