Abtak Media Google News

૧૦૦ ટકા પાક વિમાની માંગણી સાથે ઉપલેટામાંં હાદિક પટેલના ધરણાં, જબ્બર રેલી: ખેડૂતોને સંગઠીત થવા હાંકલ

ઉપલેટામાં ૧૦૦ ટકા પાક વિમો ખેડુતોને આપો અને ખેડુતોના દેવા સંપૂર્ણ માફ કરોની માંગણી સાથે કોંગ્રેસના હાર્દિક પટેલ સહીત સૌરાષ્ટ્ર ના ૧૧ જેટલા ધારાસભ્યો હાજર રહી ૧૧ થી ૪ સુધી ધરણા અને પછી જંગી ખેડુતોની હાજરીમાં ખેડુત સંમેલન યોજાયું હતું.

ખેડુતોને ૧૦૦ ટકા પાક વિમો ચૂકવો અને ખેડુતોના સંપૂર્ણ દેવા માફ કરવાની માંગણી કરાઇ હતી.

3 8

કોંગ્રેસના ધરણા બાદ બાવલા ચોકમાં પાંચ વાગે વિશાળ ખેડુતોની હાજરીમાં યોજાયેલ ખેડુત સંમેલનને સંબોધતા હાર્દિક પટેલે જણાવેલ કે વિશ્ર્વનાં ખેક એવો દેશ છે કે જયાં ખેડુતો પોતાના માલની કિંમત પોતે નકકી નથી શકતા ભારત દેશ કૃષિ પ્રધાન  દેશ છે આ દેશમાં ખેડુતો અન્ન ઉગાડી દેશના લોકોના પેટ ભરે છે. પણ દુ:ખએ વાતનું છે કે ખેડુતે પોતાનું પેટ ભરવા માટે પોતાના હકકની ભીખ માગવી પડે છે. સરકારમાં બેઠેલા ખેડુત નેતાઓની આંખ હજુ ઉધડતી નથી ત્યારે કોંગ્રેસ પક્ષે ખેડુતોના હક માટે આંદોલનના મંડાણ કરાય છે.

2 6

ખેડુતોને હાંકલ કરતા હાર્દિક પટેલે જણાવેલ કે ખેતીની વિવિધ માંગણી પ્રશ્ર્ન દેશના ખેડુત સમાજ જયાં સુધી જાગૃતિ નહી થાય ત્યાં સુધી સરકારમાં બેઠેલા લોકો ખેડુતોનું શોષણ કરશે રાજયમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કુદરતની દયાથી ખુબ સારો વરસાદ પડયો વધુ પડતા પાકને કારણે સૌરાષ્ટ્રમાં મોટાભાગના ગામડાઓના પણ સંપૂર્ણ નિષ્ફળ ગયેલ છે પાક નિષ્ફળ જવાથી ખેડુતો આપઘાત કરવા મજબુર બન્યા છે.

5 1

ખેડુતોએ પોતાના પાક માટે પાક વિમો લીધેલ છે રાજય સરકાર અને વિમા કંપની પણ જાણ છે કે વધુ વરસાદને કારણે પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે. ખેડુતો અવાર નવાર પાક નિષ્ફળ જવાથી પાક વિમો આપવા માંગણીઓ કરેલ રજુઆત કરેલ પણ કુંભકરણ નિદ્રામાં સૂતેલી સરકાર ખેડુતોની વાત સાંભળતી નથી. રાજયની સરકાર શા માટે શા માટે વિમા કંપની સાથે વાટાધાટો કરતી નથી ખેડુતો ને સંપૂર્ણ ૧૦૦ ટકા પાણ વિમો મળે અને ખેડુતોના સંપૂર્ણ દેવા માફ કરવાની માગણી સાથે આજે ઉપલેટામાં ધરણા અને ખેડુત સંમેલન યોજી સરકાર અને વિમા કંપનીની ઉપ ઉધાડવા ના પ્રયાસ કરેલ છે આગામી દિવસોમાં સૌરાષ્ટ્રના તમામ તાલુકા મથકે ધરણા અને ખેડુત સંમેલનો યોજવાનું આયોજન કરવામાં આવશે આમ છતાં ખેડુતોની વાત સરકાર નહિ સાંભળે તો સૌરાષ્ટ્રભરના પાંચ લાખ ખેડુતોનું સંમેલન રાજકોટમાં ભરી સરકાર સામે લડતનું રણશિંગું ફુકવામાં આવશે.

789

આ ખેડુત સંમેલનમાં ઉપલેટા ધોરાજી વિસ્તારના લડાયક ધારાસભ્ય લલીતભાઇ વસોયાની નાદુસ્ત તબીયત હોવા છતાં ખેડુતોના હકની લડાઇમાં હાજર રહી ખેડુતો સંબોધતા જણાવેલ કે રાજયમાં કે દેશમાં કોઇપણ ફેકાશ ઉત્પાદક પોતાના માલની કિંમત પોતે નકકી કરે છે. જયારે ધરતીમાંથી પાટુ મારી ધન ઉગાડતો ખેડુત પોતાના માલની કિંમત પોતે નકકી કરી શકતો નથી તે માટે ખેડુત પોતે જવાબદાર છે ખેડુત ભાઇઓ સંગઠીત થાવ તમારો હકક માટે રસ્તા ઉપર ઉતરી આવવું પડે તો કોઇના ડર રાખ્યા વગર આંદોલન કરો ઓણ સાલ અનિવૃતિને કારણે પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે છતાં વિમા કંપની ખેડુતોની વિમો ચૂકવતી નથી ત્યારે અમારે ખેડુતોના હક માટે રસ્તા ઉપર ઉતરવાની ફરજ પડી છે ત્યારે ખેડુત ભાઇઓએ પણ પોતના હકની લકડ માટે લડતા પક્ષોને પોતાનો સહકાર આપવો જોઇએ.

7U

આજે ખેડુત સંમેલનમાં સૌરાષ્ટ્રના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ, મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા, જામનગરના ધારાસભ્ય વિક્રમભાઇ માડમ, ધારીના ધારાસભ્ય કે.વી. કાકડીયા, જુનાગઢના ધારાસભ્ય ભીખાભાઇ જોશી, જામજોધપુરના ધારાસભ્ય ચિરાગભાઇ કાલરીયા, કાલાવડના ધારાસભ્ય પ્રવીણભાઇ મુછડીયા, તળાજાના ધારાસભ્ય કનુભાઇ બારૈયા, વિસાવદરના ધારાસભ્ય હર્ષદભાઇ રીબડીયા, ટંકારાના ધારાસભ્ય લલીતભાઇ કગથરા, ધોરાજીના પૂર્વ ધારાસભ્ય છગનભાઇ સોજીત્રા, તાલુકા પંચાયતના પ્રમુખ લાખાભાઇ ડાંગર, મુસ્લીમ સમાજના અગ્રણી રજાકભાઇ હિગોરા, આહિર સમાજના અગ્રણી ખીમાડાડા ચંદ્રાવાડીયા, કે.ડી. સિણોજીયા, કપિલભાઇ સોલંકી, મજબુતભાઇ દુબલ, નારણભાઇ ગઢાળા સહીત વિશાળ સંખ્યામાં ખેડુતો હાજર રહેલા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.