• 73 વર્ષીય સુધા મૂર્તિ જાણીતા ઉદ્યોગપતિ નારાયણ મૂર્તિના પત્ની અને યુકેના વડાપ્રધાન ઋષિ સુનકના સાસુ છે

ઉદ્યોગપતિ નારાયણ મૂર્તિના પત્ની અને વિખ્યાત લેખિકા સુધા મૂર્તિને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ દ્વારા રાજ્યસભા માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ અંગે પરની માહિતી જાહેર કરી છે.

વડાપધાન મોદીએ લખ્યું કે,’મને ખુશી છે કે ભારતના રાષ્ટ્રપતિએ સુધા મૂર્તિને રાજ્યસભા માટે નોમિનેટ કર્યા છે. સામાજિક કાર્ય, પરોપકાર અને શિક્ષણ સહિતના વિવિધ ક્ષેત્રોમાં સુધાજીનું યોગદાન અજોડ અને પ્રેરણાદાયી રહ્યું છે.સુધા મૂર્તિ ઈન્ફોસિસ ફાઉન્ડેશનના સંસ્થાપક નારાયણ મૂર્તિના પત્ની છે. સુધા મૂર્તિની પુત્રી અક્ષતા મૂર્તિ યુકેના વડાપ્રધાન ઋષિ સુનકના પત્ની છે. સુધા મૂર્તિને 74માં ગણતંત્ર દિવસ પર પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા.

73 વર્ષીય સુધા મૂર્તિ એન્જિનિયર અને લેખક છે. તેમનો જન્મ 19મી ઓગસ્ટ 1950ના રોજ કર્ણાટકના શિગાંવમાં થયો હતો. તેમણે બીવીબી કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી, હુબલીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં સ્નાતક થયા. એન્જિનિયરિંગ કોલેજમાં 150 વિદ્યાર્થીઓમાંથી પ્રવેશ મેળવનારા સુધા મૂર્તિ પહેલા મહિલા હતા. જ્યારે તે પ્રથમ આવ્યા, ત્યારે કર્ણાટકના મુખ્યમંત્રીએ તેમને મેડલ આપીને સન્માનિત કર્યા. બાદમાં સુધા મૂર્તિએ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સમાંથી કોમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર ડીગ્રી કરી હતી.

સુધા મૂર્તિ કન્નડ અને અંગ્રેજી બંને ભાષાઓ પર સારી પકડ ધરાવે છે. તેમણે સમાજ સેવા અને સાહિત્યમાં તેમના યોગદાન માટે સમાજમાં અમીટ છાપ છોડી છે. તેમની નવલકથા ડોલર બહુ મૂળ કન્નડમાં લખવામાં આવી હતી અને બાદમાં અંગ્રેજીમાં અનુવાદિત કરવામાં આવી હતી. જેને વ્યાપક પ્રશંસા મળી હતી. કર્ણાટકમાં દેશસ્થ માધવ બ્રાહ્મણ પરિવારમાં જન્મેલી સુધા મૂર્તિને તેના મૂળ સાથે ઊંડો સંબંધ છે. તેમને એક પુત્રી અક્ષતા છે. દાવો કરવામાં આવે છે કે તેમની સંપત્તિ 775 કરોડ રૂપિયા છે. આમ છતાં તેઓ સાદગીભર્યું જીવન જીવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.