ક્યુ.આઈ.બી. ક્વોટામાં  બેતાલીસ હજાર પાંચસો કરોડનું ભરણું

પ્રાયમરી માર્કેટમાં છેલ્લા ઘણા સમય્ થી વાતાવરણ સુસ્ત હતું. કોઈ મોટા આઈ.પી.ઓ. આવી રહ્યા નહોતા.મેનકાઇન્ડ ફાર્મા એ 4326 કરોડનો આઈ.પી.ઓ. લાવવાની હિંમત કરી અને આઈ.પી.ઓ. ને પ્રચંડ પ્રતિસાદ મળયો છે. અદાણી એન્ટરપ્ર્રાઈઝનો આઈ.પી.ઓ. કેન્સલ  થયા પછી પ્રાયમરી માર્કેટ ની હાલત ખરાબ હતી.કોઈ મોટી કંપની આઈ.પી.ઓ. લઈને આવવાની હિંમત નહોતી કરતી. મેનકાઇન્ડ ફાર્મા નો આઈ.પી.ઓ. આવ્યો ત્યારે આઈ.પી.ઓ ની સાઈઝ જોતા એવું લાગતું હતું કે આવડો મોટો આઈ.પી.ઓ. સબસ્કાઈબ થવો અઘરો લાગતો હતો. પરંતુ આઈ.પી.ઓ. ને જોરદાર રિસ્પોન્સ મળ્યો છે.

ક્યુ.આઈ.બી. એટલે કે ક્વોલિફાઈડ ઇન્સ્ટીટ્યુશનલ બાયર કેટેગરી માં તો ઇતિહાસ રચ્યો છે. આ કેટેગરીમાં આઈ.પી.ઓ. ઓગણપચાશ ગણાથી વધારે ભરાયો છે. ફક્ત ક્યુ.આઈ.બી. કેટેગરી માજ આઈ.પી.ઓ. માં બેતાલીસ હજાર પાંચસો કરોડ થી વધુનું ફંડ આવ્યું છે. જયારે એચ.એન.આઈ. કેટેગરીમાં પણ આઈ.પી.ઓ. આશરે ચાર ગણો ભરાયો છે. જયારે રિટેઇલ કેટેગરીમાં આઈ.પી.ઓ. આશરે એક ગણો ભરાયો છે. ઓવરઓલ્ આઈ.પી.ઓ.પંદર ગણાથી વધારે ભરાયો છે.

કેલેન્ડર વર્ષ 2023મા ફક્ત પાંચ આઈ.પી.ઓ. આવ્યા છે. પ્રાયમરી માર્કેટની હાલત અત્યાર સુધી ખરાબ્ હતી. મેનકાઇન્ડ ફાર્માની સફળતા પછી પ્રાયમરી માર્કેટમાં વિશ્વાસ જાગશે અને રોકાણકારો ફરીથી રોકાણ કરશે તેમ કહી શકાય. કેલેન્ડર વર્ષ 2023 માં પાંચ આઈ.પી.ઓ. આવ્યા તેની સાઈઝ પણ ખુબજ નાની હતી જયારે અદાણી એન્ટરપ્રાઈઝ નો એફ.પી.ઓ. 20000 કરોડ નો આવ્યો પરંતુ સફળતા ના મળતા અને એફ.પી.ઓ. કેન્સલ થતા પ્રાયમરી માર્કેટનું વાતાવરણ બગડી ગયું હતું. મેનકાઇન્ડ ફાર્મા ના આઈ.પી.ઓ. ની જોરદાર સફળતા થી બ્રોકર્સ કોમ્યુનિટી પણ ખુબ ખુશ છે. રોકાણકારો પણ ખુબ ખુશ છે. જે રીતે આઈ.પી.ઓ. મલ્ટીપલ્ ટાઇમ ભરાઈ ગયો છે. ત્યારે લિસ્ટીંગ પણ પ્રીમિયમ થી થવાની પુરેપુરી શક્યતા છે.

શેરબજારના નિષ્ણાંત પરેશભાઈ વાઘાણી ના જણાવ્યા પ્રમાણે ઘણા સમય્ પછી મોટી રકમનો આઈ.પી.ઓ. આવ્યો અને તેને જોરદાર સફળતા મળતા પ્રાયમરી માર્કેટ ફરી ધમધમ્મતું થશે અને અનેક કંપની ઓ આઈ.પી.ઓ. લઈ આવવા તૈયાર છે અને ઘણા બધા આઈ પી ઓ પાઇપ લાઈનમાં છે જે બજારમાં મૂડી એકઠી કરવા ખુબજ ઝડપથી આઈ.પી.ઓ. લઈને આવશે. બજારમાં રોકાણકારો ને વિશ્વાસ જાગશે. આર્થિક ગતિ વિધિઓ તેજ થશે. પ્રાયમરી માર્કેટની પાછળ પાછળ સેક્ધડરી માર્કેટમાં પણ સુધારો જોવા મળશે. મેઇનબોર્ડ સિવાય એસ.એમ.ઈ. આઈ.પી.ઓ. ની સંખ્યા માં પણ મોટો વધારો થશે. એકંદરે બજાર ને અને રોકાણકારોને ફાયદો થશે તેમા કોઈ શંકા નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.