Abtak Media Google News

૧ નવેમ્બરથી પેન્શનમાં ૧ર૦૦ ટકાનો વધારો

પોતાના ૫૭ વર્ષના કેરિયરમાં પ્રવિણ કોહલીએ હરિયાણામાં જનરલ મેનેજર પદેથી નિવૃતિ મેળવ્યા બાદ આટલો પેન્શનમાં વધારો કયારેય જોયા ન હતો જેટલો છેલ્લા ચાર વર્ષમાં થયો નવેમ્બર ૧ થી કોહલીના પેન્શનમાં ૧૨૦૦ ટકાનો વધારો આવ્યો રૂ૨૩૭૨/- થી તેમને ૩૦,૫૯૨ પ્રતિ માસ મળવા લાગ્યા.

આ સુપ્રીમ કોર્ટના ઓકટોમ્બર ૨૦૧૬ના પીએફ પેન્શન મામલે ૧ર અરજદારોને પેન્શન યોજના હેઠળ લાભ અપાવવાથી શકય બન્યું છે.

પેન્શન યોજનામાં પ કરોડ સભ્યો છે દરેક કર્મચારી ઓર્ગેનાઇઝડ સેકટરોને પોતાના પગારમાંથી ૧ર ટકાનો હિસ્સો ફાળવે છે.

જે ઇપીએફમાં જોડવામાં આવે છે જો કર્મચારીનો હાલનો પગાર ૧૫૦૦૦ પ્રતિ માસ હોય તો તેના ૮.૩૩ ટકા લેખે ૧૨૫૦ ‚પિયા ૧ર મહિને કાપવામાં આવે છે.

જુલાઇ ૨૦૦૧ અને સપ્ટેમ્બર ૨૦૧૪ થી વચ્ચે જયારે રૂ૬૫૦૦ વેતન હતું ત્યારે તેમાંથી રૂ૫૪૧.૪ ‚પિયા  ૧ર મહીને ઇપીએફ કાપવામાં આવતા હતા.

માટે ૬૨ વર્ષના કોહલીનું આજે ૩૦૦૦૦ પ્રતિ માસનું પેન્શન છે જો કે તે સમયે કર્મચારીઓને ૮.૩૩ ટકા ગુમાવવું સહેલું લાગતું નહતું. તેમાંથી વધુ લોકો આખો પગાર માંગતા હતા પરંતુ સમય પસાર થતા પેન્શનની માંગ વધી રહી હતી.

વર્ષ ૨૦૦૫ માં કર્મચારીઓએ ખાનગી ક્ષેત્રના ટ્રસ્ટીઓને ઇપીએફનો ફાળો ઓછો કરવા માંગણી કરી હતી. જો કે વર્ષ ૨૦૧૬ માં કર્મચારીઓના પેન્શનમાં વધારાને લઇ અરજી કરવામાં આવી.

જેના મામલે સુપ્રીમે કર્મચારીઓના સમર્થનમાં ફેસલો આપ્યો અને પેન્શનમાં વધારો કરવામાં આવ્યો અંતે નવેમ્બર ૨૦૧૭ થી કોહલીને વધુમાં વધુ પેન્શનનો લાભ મળ્યો. તેને પગારમાં કાપને સ્વકૃતિ આપી જીવનભર માટે પેન્શનનો ભરમાર લાભ મેળવ્યો છે.

જો તે પોતાની પત્ની પહેલા મૃત્યુ પામે તો તેમની પત્નિને ૫૦ ટકાનું પેન્શન મળે તે તેના માટે જીવનભર માટે ઉપયોગી બને.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.