Abtak Media Google News

હાઇ પીકચર કવોલીટી સાથેની એલઇડી સ્કીનો બનાવવા પીવીઆર અને સેમસંગે હાથ મીલાવ્યા

ટેલીવીઝન અને મોબાઇલ ફોન બાદ હવે મલ્ટીપ્લેકસો અને સીનેમા ઘરોમાં પણ હાઇ પીકચર કવોલીટી માટે એલઇડી સ્ક્રીનો મુકાશે છેલ્લા ૧૦૦ વર્ષોથી સિનેમા ઘરોમાં પ્રોજેકટરો ચાલતા આવ્યા છે જેને એલઇડીમાં ફેરવવા પીવીઆર અને સેમસંગે હાથ મીલાવ્યા છે.

સેમસંગે કહ્યું હતું કે લાર્જ સ્ક્રીન માટે એલઇડી ટેકનોલોજી ધરાવતા દેશોમાં યુએસ, મેકસીકો, સ્વીટઝલેન્ડ અને મલેશીયાનો સમાવેશ થાય છે. મલ્ટીપ્લેકસોમાં એલઇડી સ્ક્રીન એચડી ક્રાંતી લાવશે.

પીવીઆર સીનેમાના સીઇઓ ગૌતમ દત્તાએ જણાવ્યું હતું કે એલઇડી  સ્ક્રીનોની ડિમાન્ડ વધી રહી છે. માટે આવનાર સમયમાં તેના ભાવ નીચે આવશે. પીવીઆરના અધિકારીઓનું કહેવું છે કે નવી ટેકનોલોજીથી ઘરના ટી.વી. અને મોબાઇલ જેવી પીકચર કલીયરીંટી લોકોને મળશે.

એલજી અને સોની જેવી કંપનીએ પણ એલઇડી સ્ક્રીન લોન્ચ કરી શકે છે. સેમસંગ ઓનીકસ એલઇડી સ્ક્રીનને ૫,૧૦,૧૪ મીટરની લંબાઇ સાથે બનાવવામાં આવશે. સિનેમા ઘરોની સ્ક્રીન ઉપરાંત એલઇડી સ્ક્રીનોને કોર્પોરેટ ઇવેન્ટ, કોન્સર્ટ અને પર્સનલ સ્કીનીંગ માટે પણ ડિઝાઇન કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.