Abtak Media Google News

મંડળોમાં કુપોષિત બાળકો માટેના કાર્યક્રમો યોજાશે

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, સુપોષણ અભિયાન અંતર્ગત ડોકટર સેલ તથા સુપોષણ અભિયાન ટીમ દ્વારા 579 મંડળોમાં કાર્યક્રમ આપવામાં આવેલ છે તે અંગે પત્રકાર પરિષદ ગાંધીનગર પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે યોજવામાં આવી હતી.

આ પત્રકાર પરિષદમાં પ્રદેશ મહામંત્રી રજનીભાઇ પટેલ, ડોકટર સેલના સંયોજક ધર્મેન્દ્રભાઇ ગજ્જર, મહિલા મોરચાના ઉપાધ્યક્ષ ડો. શ્રદ્ધાબેન રાજપુત, પ્રદેશ મીડિયા વિભાગના ક્ધવીનર ડો.યશભાઇ દવે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રેસ કોન્ફરન્સને પ્રદેશના મહામંત્રી રજનીભાઇ પટેલે સંબોધતા જણાવ્યું હતું કે, ભાજપ સેવા અને સંગઠનના માધ્યમથી વિવિધ કાર્યો કરે છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશમાં કુપોષણ બાળકો ન રહે તેનું સુચન કર્યું છે. આજે પ્રોટીન આહાર સમગ્ર ગુજરાતમાં પહોંચાડવામાં આવશે.

દરેક મંડળમાં ડોકટર ઉપસ્થિત રહી તપાસ કરી જરૂરિયાત મંદ કુપોષિત બાળકોને પ્રોટિનના ડબ્બાનું વિતરણ કરવામાં આવશે. કુપોષિત બાળકો સુધી પ્રોટિનનો ડબ્બો પહોંચે તે માટે પ્રસ્તન કરી બાળકોને સુપોષિત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આવનાર સમયમાં ભાજપના દરેક કાર્યકરે કરેલ મહેનતથી રાજયમાં ઝડપથી કુપોષિત બાળકોની સંખ્યા ઘટશે તેવો વિશ્વાસ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.