Abtak Media Google News

પ્રોજેકટ ઇકો ઇન્ડિયા સાથે ૫૦ હજાર હેલ્થકેર વ્યવસાયિકોને તાલિમ,માર્ગદર્શન આપશે

જ્યારે દેશ અભૂતપૂર્વ પડકારનો સામનો કરી રહ્યો છે, ત્યારે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની સીએસઆર સંસ્થા એસબીઆઈ ફાઉન્ડેશને એના વિઝન અને મિશનને ખરાં અર્થમાં સાકાર કરવા માટે સમગ્ર ભારતમાં વિવિધ કોવિડ રાહત કાર્યક્રમોનો અમલ કરવા માટે રૂ. ૩૦ કરોડની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. એસબીઆઈ ફાઉન્ડેશન કોવિડ સામેની લડાઈમાં મદદ કરવા સજ્જ છે અને નીચેની પહેલો હાથ ધરવાની યોજના બનાવી છે

આ પહેલોનો અમલ કરવા એસબીઆઈ ફાઉન્ડેશને હેલ્થ થીમપર નવો ફ્લેગશિપ પ્રોગ્રામ સપિત કર્યો છે. ભારતના ૪ કેન્દ્રોમાં મુખ્ય હોસ્પિટલોમાં વેન્ટિલેટર્સ, PPES વગેરેનું વિતરણ તથા દરરોજ ૧૦૦૦૦ તાજા રાંધેલા ભોજનનો પુરવઠો પ્રદાન કરવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. એસબીઆઈએ વિવિધ રાજ્યોમાં ૫૦૦૦૦ હેલ્થકેર વ્યાવસાયિકોને તાલીમ અને માર્ગદર્શન આપવા ઇકો ઇન્ડિયા અને MoHFW (કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય) સાથે પાર્ટનરશિપમાં પ્રોજેક્ટ ઇકો શરૂ કર્યો છે, જે એસબીઆઈ ફાઉન્ડેશનની વધુ એક સફળતા છે. અન્ય એક પ્રોગ્રામ ઇન્ડિયા કોવિડ-૧૯ હેલ્કેર એલાયન્સ (ICHA)ની શરૂઆત USAID સો કરવામાં આવી છે, જે રાજ્ય અને કેન્દ્ર સરકારોના પ્રયાસોમાં પૂરક બનવાની હેલ્થકેર પહેલ છે.

એસબીઆઈના ચેરમેન  રજનીશ કુમારે કહ્યું હતું કે, એસબીઆઈમાં અમે સમાજ અને દેશની સેવા કરવામાં હંમેશા માનીએ છીએ. જ્યારે કોવિડ-૧૯ રોગચાળાથી દેશ માટે અભૂતપૂર્વ પડકારો ઊભા થયા છે, ત્યારે અમને આશા છે કે, અમારી પહેલોથી કોવિડ- ૧૯ સામે લડવામાં આપણી સહિયારી લડતમાં સકારાત્મક ફરક આવશે. એસબીઆઈ ભારતમાં કોવિડ-૧૯ રોગચાળા સામે લડવા ભાગીદારીમાં અને સક્રિય કામગીરી કરવામાં રચનાત્મક જોડાણ કરે છે. અમારા પેન્શનર્સે મારી અપીલને પ્રતિસાદ આપવીને કોવિડ રીલિફ ફંડમાં ઉદાર હો પ્રદાન કર્યું છે અને રાષ્ટ્રીય કટોકટીનો સામનો કરવામાં દેશ માટે ખરાં અર્થમાં ઉપયોગી ફોર્સ બની રહ્યાં છે. અમે તમારો બધાનો વ્યક્તિગત આભાર માનું છું. હું આપણા પાર્ટનર્સનો આભારી છું, જેઓ તેમનો સપોર્ટ આપી રહ્યાં છે અને કોવિડ-૧૯ સામેની આપણી લડાઈમાં જોડાવા માટે વધુ કોર્પોરેટ અને સરકારી ક્ષેત્રના ઉદ્યોગસાહસોને પ્રોત્સાહન આપે છે.

કોવિડ-૧૯ રીલિફ ફંડ એસબીઆઈ ફાઉન્ડેશન સ્થાપિત કર્યું છે, જેનો આશય કોવિડ-૧૯ રોગચાળા સામે લડવા માટે ફંડ ઊભું કરવાનો છે. એસબીઆઈ મહિલા સમિતિના પ્રેસિડન્ટ શ્રીમતી રીટા અગ્રવાલે આ રોગચાળાને દૂર કરવાની વિવિધ પહેલો માટે દાન કરવાની કર્મચારીઓની પત્નીઓની પહેલની પ્રશંસા કરી હતી. એસબીઆઈના કર્મચારીઓની પત્નીઓએ જબરદસ્ત પ્રતિસાદ આપતા મોટું ફંડ ઊભું થયું છે. આ ફંડનો ઉપયોગ ભારતમાં તમામ મુખ્ય અને મહત્ત્વપૂર્ણ હોસ્પિટલોમાં વેન્ટિલેટર્સ પૂરાં પાડવા અને જરૂરિયાતમંદને ફૂડ કિટ્સ પ્રદાન કરવામાં થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.